ટોપ ન્યૂઝ

આપના નેતા ઇસુદાન ગઢવી વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ, જાણો શું છે મામલો

  • આપ નેતા ઈશુદાન ગઢવી વિરુદ્ધ ક્રાઈમબ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ
  • મન કી બાત કાર્યક્રમના ખર્ચને લઈને કર્યું હતું ટ્વીટ
  • PIBએ ઈશુદાન ગઢવીનો આ દાવો ભ્રામક ગણાવ્યો

આપ ગુજરાતના વધુ એક નેતા સામે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આપના ઈશુદાન ગઢવી વિરુદ્ધ કાયદાનો સકંજો કસાયો છે. જાણકારી મુજબ આપ નેતા ઇસુદાન ગઢવી વિરુદ્ધ  સાઈબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.

ઈશુદાન ગઢવી સામે ફરિયાદ નોંધાઈ

આપ નેતા ઈશુદાન ગઢવી સામે ફરિયાદ નોંધાઈ હોવાની વિગતો સામે આવી છે. જાણકારી મુજબ ઈશુદાન ગઢવીની સામે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. ‘મન કી બાત’ કાર્યક્રમને લઈને પીએમ મોદી પર આરોપ લગાવવા જતાં ઈસુદાન ગઢવીએ ભ્રામક દાવા સાથે એક ટ્વિટ કર્યું હતું..જો કે સમગ્ર હકીકત બહાર આવતા ઈશુદા ગઢવીએ તેમનું કરેલુ ટ્વીટ ડીલીટ કર્યું હતું પરંતુ આ ટ્વીટને લઈને તેમની સામે આ કાર્યવાહી કરવામા આવી છે.

ઈશુદાન ગઢવી-humdekhengenews

‘મન કી બાત’ કાર્યક્રમને લઈને વિવાદાસ્પદ ટ્વીટ

ઉલ્લેખનીય છે કે ઈશુદાન ગઢવીએ ‘મન કી બાત’ કાર્યક્રમને લઈને પીએમ મોદી પર આરોપ લગાવવા જતાં તેમણે ભ્રામક દાવા સાથે એક ટ્વિટ કર્યું હતું, પરંતુ પછીથી પોલ ખુલી જતાં ડિલીટ કરી દીધું હતું. આ ટ્વીટમાં ઈસુદાન ગઢવીએ પીએમ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનો એક દિવસનો ખર્ચ રૂ. 8.3 કરોડ હોવાનો દાવો કર્યો હતો. જેને કેન્દ્ર સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ ફેક્ટચેક કર્યું હતુ અને આ દાવાને PIBએ ભ્રામક ગણાવ્યો હતો અને સાથે વાસ્તવિકતા પણ જણાવી હતી.

જાણો ઈશુદાન ગઢવીએ શું ટ્વીટ કર્યું હતુ

ડિલીટ થઇ ગયેલા ટ્વિટમાં ઈસુદાન ગઢવીએ , ‘મન કી બાતનો એક દિવસનો ખર્ચ 8.3 કરોડ છે બોલો! 100 એપિસોડના 830 કરોડ તો ખાલી મનકી બાત કરવામાં આપણા ટેક્સના ફૂંકી માર્યા! હવે તો હદ થાય છે! ભાજપના કાર્યકરોએ જાગીને આ અંગે વિરોધ કરવાની જરૂર છે! મોટાભાગે એ જ સાંભળે છે!’

PIB એ ફેક્ટચેક કરી હકીકત જણાવી

PIB એ AAP નેતા ઈસુદાન ગઢવીના આ દાવાનું ફેક્ટચેક કર્યું હતું. PIBએ ઈશુદાન ગઢવીનો આ દાવો ભ્રામક ગણાવ્યો હતો અને સાથે વાસ્તવિકતા પણ જણાવી હતી. PIBએ જણાવ્યું હતુ કે આ 8.3 કરોડનો આંકડો કોઈ એક એપિસોડ માટેનો નથી પરંતુ 2014થી લઈને 2022 સુધીના મન કી બાતના તમામ એપિસોડની જાહેરાત-પ્રમોશન કરવા માટે કરવામાં આવેલો ખર્ચ છે.

 આ પણ વાંચો : જામનગર ખાતે યોજાશે રાજ્યકક્ષાના સ્થાપના દિવસની ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમોમાં નહી આપી શકે હાજરી

Back to top button