ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જાણીતા ગુજરાતી અભિનેતા અને પ્રોડ્યુસર સામે નોંધાઈ ફરિયાદ, યુવતીએ લગાવ્યા ગંભીર આરોપ

ગુજરાતી અભિનેતા અને પ્રોડ્યુસર સોહન માસ્તર અને તેમના પરિવાર વિરુદ્ધ પત્નીએ દહેજ માટે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેનેસોહન માસ્તર અને તેના પરિવારજનો પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. હાલ આ મામલે હરણી પોલીસે ફરિયાદના આધારે પતિ સોહન રાજેન્દ્રભાઇ માસ્તર, સાસુ અમિષાબેન તથા દાદા સસરા વિઠ્ઠલભાઇ માસ્તર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સોહન માસ્ટર સામે દહેજની ફરિયાદ

અભિનેતા અને પ્રોડ્યુસર સોહન માસ્તર અને તેના પરિવાર સામે વડોદરાના હરણી પોલીસ સ્ટેશનમાં દહેજની માંગણીને લઈને ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે તેને આરોપ લગાવ્યો છે કે સોહન માસ્તર લગ્ન સમયે 45 તોલા સોનાના દાગીના,ચાંદીના દાગીના અને કાર આપી હોવા છતાં પતિ અને સાસરિયા દ્વારા તેને ત્રાસ અપાતો હતો.

લગ્નના ફોટા છૂપાવવા કહ્યું

પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ, પરિણીતાએ હરણી પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયા વિરુદ્ધ દહેજની માંગણીને લઈને ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ જુલાઈ 2019માં યુવતીના સોહન માસ્તર સંબંધીઓ સાથે તેના જોવા આવ્યા હતા જેબાદ 28 નવેમ્બર 2019ના રોજ બંનેના લગ્ન કરાયા.પરિણીતાનો આરોપ છે કે સોહન માસ્તરે તેને તાપી નદીના કિનારે આવેલા એક મંદિરમાં દર્શનના બહાને લઈ જઈ લગ્ન કર્યા હતા અને લગ્નના ફોટા પણ પાડવા દેવામાં આવ્યા નહોતા.સોહન માસ્તરે તેને સિરિયલનું શુટિંગ ચાલે છે, તેથી લગ્નના ફોટા બહાર આવશે તો તેના લીધા મારી સિરિયલ પર અસર પડશે તેવું કહી તેને વાત છૂપાવવા કહ્યું હતુ.

પરિણીતાએ લગાવ્યા દહેજના આરોપ

વધુમાં આ પરિણાતાએ આરોપ લગાવ્યો છે કે સોહન તેને લગ્ન બાદ સંબંધીઓના ઘરે નહોતો લઈ જતો અને મારઝૂડ કરતો હતો. તેમજ લગ્ન સમયે પિતાએ 45 તોલા સોનું, કાર અને ચાંદીના દાગીના આપ્યા હતા તેમછતા તે તેનેત્રાસ અપાતો.

વાંરવાર ફોન કરવા છતા સોહન જવાબ આપતો નથી

આ યુવતીને પ્રેગ્નેન્સી રહેતા સોહન તેને તેના પિતાના ઘરે મૂકી ગયો અને હાલમાં બે વર્ષથી તે પોતાના પિયરમાં છે અને વાંરવાર ફોન કરવા છતા તે કોઈ જવાબ આપતો નથી જેથી આ યુવતીએ હરિણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ આધારે પોલીસે પતિ સોહન માસ્તર, સાસુ અમિષાબેન અને દાદા સસરા વિઠ્ઠલભાઈ માસ્તર સામે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : શું આપ નેતા યુવરાજસિંહ જાડેજા કોંગ્રેસ તરફ વળ્યા?, કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો

Back to top button