સિદ્ધપુર GIDCમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કોમન ફેસિલિટી સેન્ટરનુ ઉદ્ઘાટન કરાયું
- રૂ.84.77 લાખનાં ખર્ચે તૈયાર થયેલ કોમન ફેસિલિટી સેન્ટરનુ ઉદ્ઘાટન કરતાં મંત્રીબળવંતસિંહ રાજપૂત
- સિદ્ધપુરમાં GIDC-2 નું નિર્માણ થશે: માન. મંત્રી બળવંતસિંહ રાજપૂત
- સ્માર્ટ GIDC બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ:માન. મંત્રી બળવંતસિંહ રાજપૂત
આજરોજ સિદ્ધપુર ખાતે GIDC માં કોમન ફેસિલિટી સેન્ટરનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનાં વરદ હસ્તે ઉદ્ઘાટન થયેલ કોમન ફેસિલિટી સેન્ટર રૂ.84.77 લાખનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
મંત્રી બળવંતસિંહ રાજપૂતે શું કહ્યું ?
ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, સિદ્ધપુરમાં નિર્માણ પામેલ GIDC નો સમગ્ર રાજ્યમાં આ પ્રથમ એવો હોલ છે જે 100% સરકારનાં ખર્ચે તૈયાર થયો છે. GIDC સિદ્ધપુર સંપુર્ણપણે ચાલુ છે. પાટણ જિલ્લામાં કુલ 5 GIDC છે જેમાં સિદ્ધપુરમાં હવે GIDC-2 નું નિર્માણ થવાનું છે. દરેક GIDC સ્માર્ટ બનાવવા અમે પ્રયત્નશીલ છીએ. ગુજરાત વિકાસ મોડલ છે. ભારતમાં GDP માં સૌથી વધુ 9% હિસ્સો ગુજરાતનો છે. આપ સૌ ઉદ્યોગ શરૂ કરો હું આપની સાથે છુ. અંતમાં GIDC નાં સભ્યોને મંત્રીએ કહ્યુ હતુ કે, સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટે કામ કરજો.
આ પણ વાંચો : અમદાવાદ: રિવરફ્રન્ટ પર બોટિંગ કરતી મહિલાની બોટ પલટી, જૂઓ દિલધડક રેસ્ક્યુ
આ મહાનુભાવો પણ રહ્યા હાજર
સિદ્ધપુર ખાતે GIDC માં કોમન ફેસિલિટી સેન્ટરનાં ઉદ્ઘાટન સમયે જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા નિવાસી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, APMC પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, આગેવાન જયેશ પંડ્યા, GIDC પ્રમુખશ્રી નરેશ પટેલ, GIDC પુર્વ પ્રમુખભગુભાઈ પટેલ, વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો : ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન વચ્ચે MOU થયા