અમદાવાદમાં કોલેજના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા થતા ચકચાર મચી
- આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી
- MICA કોલેજના વિદ્યાર્થીને છરીના ઘા કરી હત્યા કરી દેવામાં આવી
- સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કારચાલકની તપાસ કરાઇ
અમદાવાદમાં કોલેજના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા થતા ચકચાર મચી છે. જેમાં સામાન્ય બબાત હતી તેમાં કાર ધીમી હંકારવાનું કહેવા મામલે તકરાર એટલી વધી ગઇ કે MICA કોલેજના વિદ્યાર્થીને છરીના ઘા કરી હત્યા કરી દેવામાં આવી છે. જેમાં આ બનાવ શેલા વિસ્તારમાં બન્યો છે.
યુવક માઇકામાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો
ઉલ્લેખનીય છે કે શેલામાં આવેલી માઇકામાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો યુવક રાતના સમયે બુલેટ પર તેના મિત્ર સાથે હોસ્ટેલમાં પરત ફરી રહ્યો હતો ત્યારે બોપલ રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે પુરઝડપે આવી રહેલી એક કારના ચાલકને યુવકે યોગ્ય રીતે કાર ચલાવવાનું કહીને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને કારચાલકે એક સાથે બે છરીથી યુવકને ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દેતા તેને સારવાર માટે બોપલમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે
આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઉત્તર પ્રદેશના મેરઠના વતની 23 વર્ષીય પ્રિયાંશુ જૈન શેલામાં આવેલી માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આઠ વાગે પ્રિયાંશુ અને તેની સાથે અભ્યાસ કરતા પૃથ્વીરાજ મહાપાત્રા નામના યુવકને કોલેજમાં ઇન્ટરવ્યૂ હતો. આ કારણસર તેઓ કપડા સીવડાવવા બોપલમાં સરકારી ટ્યુબવેલ પાસે આવેલા એક ટેલરને ત્યાં શૂટનું માપ આપવા ગયા હતા. ત્યાર પછી રાતે જમીને રાતના સાડા દસ વાગે હોસ્ટેલ પરત આવી રહ્યા હતા, ત્યારે રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે વળાંક લેતા સમયે પૂરઝડપે એક કાર પસાર થઇ હતી. જેથી પ્રિયાંશુએ તેને વાહન સરખું ચલાવવાનું કહ્યું હતું અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
પોલીસે હત્યાનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કારચાલકની તપાસ શરૂ કરી
આ દરમિયાન કારચાલક તેની કારમાંથી બે છરી લઇને આવ્યો હતો અને તેણે બંને હાથમાં છરી રાખીને પ્રિયાંશુના બરડા પર ઘા માર્યા હતો. જેના કારણે પ્રિયાંશુ નીચે પછડાયો હતો. બાદમાં પૃથ્વીરાજ ઇજાગ્રસ્ત પ્રિયાંશુને એક ખાનગી કારમાં બોપલમાં ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કારચાલકની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ગુજરાત: ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ, લાખોની ભીડ ઉમટતી