ફ્રીજમાં રાખેલુ ઠંડુ તરબૂચ જો જો ન બની જાય બિમારીઓનું ઘર


- તરબૂચને કાપીને ફ્રિજમાં સ્ટોર ન કરો
- તરબૂચ કાપીને રાખવાથી તે પૌષ્ટિકતા ગુમાવે છે
- ફ્રિજમાં કાપીને રાખેલા તરબૂચમાં બેક્ટેરિયા બને છે.
ગરમીની સીઝન ચાલી રહી છે, તેથી ખાવાની વસ્તુઓમાં થોડુ વધારે ધ્યાન રાખવુ પડે છે. ઘણી વખત લોકો ખાવાની વસ્તુઓ બગડે નહીં તે માટે ફ્રીજમાં રાખી દે છે. આપણે માનીએ છીએ કે ટેમ્પરેચર વધવાના કારણે ફ્રિઝમાં સ્ટોર કરેલી વસ્તુઓ લાંબા સમય સુધઈ ફ્રેશ રહે છે અને ખરાબ થતી નથી. ઘણી વખત આપણે ફ્રિજમાં સમારેલા ફ્રુટ્સ પણ રાખી દઇએ છીએ. એવું જરૂરી નથી કે ફ્રિજમાં રાખેલી દરેક વસ્તુ જે બગડી જાય છે તેનો સ્વાદ પણ બદલાઇ જાય, પરંતુ તેની અસર આરોગ્ય પર અવળી થાય તેવું પણ બની શકે છે.
તરબૂચ ફ્રિજમાં રાખવાથી બચો
તરબૂચ એવુ ફળ છે જેને ભુલમાંથી પણ ફ્રિજમાં સ્ટોર ન કરવુ જોઇએ. નિષ્ણાતો માને છે કે તરબૂચ ફ્રિજમાં રાખવાથી તેની પૌષ્ટિકતા ખતમ થઇ જાય છે. કાપેલા તરબૂચમાં બેક્ટેરિયા પેદા થવા લાગે છે. જે આરોગ્યને ખુબ નુકશાન પહોંચાડે છે. તરબૂચને કાપીને ફ્રિજમાં સ્ટોર ન કરવુ જોઇએ. જો તરબૂચને કાપીને ફ્રિજમાં રાખવામાં ન આવે તો તેના અઢળક ફાયદા મળી શકે છે. ઘણા લોકો બે બે દિવસ સુધી કાપેલુ તરબૂચ ખાય છે જે યોગ્ય નથી.
તરબૂચના આ છે ફાયદા
- તરબૂચ ખાવાથી શરૂરમાં પાણીની કમી થતી નથી અને તે શરીરને હાઇડ્રેટેડ રાખે છે.
- તરબૂચ વેઇટલોસમાં મદદ કરે છે, કેમકે તેમાં કેલરી ખૂબ ઓછી હોય છે.
- તરબૂચ પાચન સારુ કરે છે, કેમકે તેમાં સારી એવી માત્રામાં ફાઇબર હોય છે.
- તરબૂચ હાર્ટ માટે હેલ્ધી કહેવાય છે, કેમકે તેમાં પોટેશિયમની માત્રા સારી એવી હોય છે.
- તરબૂચ હાઇબ્લડ પ્રેશરના દર્દીઓ માટે બેસ્ટ છે, કેમકે તે હાઇબીપીને કન્ટ્રોલમાં રાખવાનું કામ કરે છે.
- તરબૂચ આંતરડાની બિમારીથી બચાવે છે. તેમાં વિટામીન સી અને વિટામીન બી કોમ્પ્લેક્સ હોય છે.
આ પણ વાંચોઃ અખાત્રીજ પર વાહન ખરીદી રહ્યા હો તો જાણી લો તમારી રાશિનો લકી કલર