નેશનલ

ક્લાસની અંદર જ ધોરણ-10ના વિદ્યાર્થીએ ક્લાસમેટની ચાકુ મારીને કરી હત્યા

Text To Speech

ઉત્તર પ્રદેશના કાનપુરમાં 10મા ધોરણના વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં ક્લાસમેટની ચાકુ મારીને હત્યા કરી દીધી હોવાના સમાચારે ચકચાર જમાવ્યું છે.મળી રહેલી જાણકારી અનુસાર, બે દિવસ પહેલા બંને વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બદલો લેવા માટે વિદ્યાર્થી સોમવારે છરી લઈને સ્કૂલ આવ્યો હતો. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ વિદ્યાર્થીએ છરી વડે ગળા અને પેટના ભાગે હુમલો કર્યો હતો.

શાળાની અંદર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો 

આરોપી વિદ્યાર્થી ઘરેથી બેગમાં પોતાની સાથે છરી લાવ્યો હતો. તેણે થેલીમાંથી છરી કાઢી નિલેશના પેટ અને ગળા પર અનેક વાર કર્યા હતા.શાળાની અંદર વિદ્યાર્થી પર જીવલેણ હુમલા બાદ જ્યારે સ્ટાફના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા તો તેઓએ વિદ્યાર્થી નિલેશ તિવારીને લોહીથી લથપથ જમીન પર પડેલો જોયો હતો. તેમને પહેલા બિધાનુ સીએચસી અને પછી હૈલેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટર તેને બચાવી શક્યા ન હતા.

ઉત્તર પ્રદેશ હત્યા -humdekhengenews

 આ પણ વાંચો : સુરતમાં 6 લોકોને ઉડાવી નાખનાર આરોપી સાજન પટેલનું પોલીસે કાઢ્યું સરઘસ

પોલીસે હાથ ધરી તપાસ 

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.કાનપુરની ACP સાઉથ અંકિતાએ જણાવ્યું કે, “બે વિદ્યાર્થીઓ વચ્ચે છેલ્લા ચાર-પાંચ દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. આ દરમિયાન એક વિદ્યાર્થી પોતાની બેગમાં છરી લઈને આવ્યો હતો અને તેમણે બીજા વિદ્યાર્થીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.”

 આ પણ વાંચો : અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે જી.એસ.મલિકે સંભાળ્યો ચાર્જ, જાણો તેમના વિશે અગત્યની માહિતી

Back to top button