દેવભૂમિ દ્વારકામાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, 7ને ગંભીર ઈજા
દેવભૂમિ દ્વારકામાં એક જ સમુદાયના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 7 લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાંભળિયા તેમજ અન્ય સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકામાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે મારામારી
પ્રાપ્ત વિગતો મુજબ દેવભૂમિ દ્વારાકાના સેવક દેવળીયા ગામે આજરોજ બપોરે 12 વાગ્યાના અરસામાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે જૂની અદાવતના કારણે માથકૂટ થઈ હતી. સામાન્ય બોલાચાલીમાંથી મામલો ઉગ્ર બન્યો હતો. અને બંને જૂથો સામ-સામે બાખડ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો ધારિયા, તલવાર તેમજ લાકડીઓ સાથે ધસી આવ્યા હતા, અને એક બીજા પર તૂટી પડ્યા હતા. મારામારીની આ ઘટનામાં સાત લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
આ ઘટનાને પગલે સમ્રગ ગામમાં ભારે તંગદિલી ભર્યં વાતાવરણ સર્જાયું હતું. અને આ અંગે જાણ થતા જ ભાણવડ પોલીસના કાફલા સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કલિક સારવાર માટે ખંભાળિયા તેમજ અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : આનંદો! ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો , 130 મીટરને પાર પહોંચી જળસપાટી
પોલીસે ગૂનો નોંધી તપાસ હાથ ધરી
એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી સર્જાતાં સમગ્ર પથકમાં ભયનો માહોલ સર્જાયો છે. હાલ પોલીસ દ્વારા ગામમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.સમ્રગ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ભાણવડ પોલીસે મારામારીનો ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આ પણ વાંચો : ગુજરાતના આ શહેરમાં થશે 15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી, જાણો વધુ