ગુજરાતમાં વસ્તીનો આંકડો વધી રહ્યો છે. જેમાં શહેરોમાં લોકોનું પ્રમાણ વધ્યું છે. રોજગારીની શોધમાં સમગ્ર ભારતમાંથી લોકો શહેરો તરફ આવી રહ્યાં છે. જેમાં શહેરોની વસ્તી વધી રહી છે. તેમાં ખાસ કરીને અમદાવાદ જેવા મેટ્રો સીટીમાં વસ્તી વધારો થયો છે. તેથી અમદાવાદમાં માથાદીઠ સરેરાશ ફક્ત 1.3 ચોરસ મીટર જ ખુલ્લી જગ્યા બચી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વૈભવી મકાનની માગ વધી, જાણો શું છે કારણ
શહેરમાં સિમેન્ટ-કોન્ક્રીટનું જંગલ વધી રહ્યું છે
ઉલ્લેખનીય છે કે અમદાવાદના નાગરિકને ફક્ત 1.3 ચો.મી. ખુલ્લી જગ્યા મળે છે. જેમાં માથાદીઠ નવ ચો.મી. ખુલ્લી જગ્યાનું WHOનું ધોરણ છે. તેમાં શહેરમાં પ્રમાણ ઘણુ નીચુ છે. તેથી શહેરમાં ખુલ્લી જગ્યાઓના સ્થાને સિમેન્ટ-કોંક્રિટના જંગલો વિસ્તરી રહ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી અમદાવાદનો ચોતરફ વિસ્તાર અને વિકાસ વધી રહ્યો છે. શહેરમાં સિમેન્ટ-કોન્ક્રીટનું જંગલ વધી રહ્યું છે. શહેરમાં ખુલ્લા મેદાન રહ્યા નથી, અને ખુલ્લી જગ્યા જોવા મળતી નથી. આમ, શહેરમાં ખુલ્લી જગ્યાનો અભાવ વર્તાઈ રહ્યો છે અને કોઈ વ્યક્તિને ફક્ત ખુલ્લું આકાશ જ જોવા મળે છે.
આ પણ વાંચો: ખાનગી સ્કૂલોની ફી વધતા કેટલાક વાલીઓએ લીધો જબરદસ્ત નિર્ણય, મફતમાં મળવે છે શિક્ષણ
બે હાથ લંબાવીને આવરી લે એટલી જ ખુલ્લી જમીન
અમદાવાદીઓને ફક્ત સરેરાશ 1.3 ચો.મી. જમીન ખુલ્લી જગ્યા મળે છે. અમદાવાદમાં કોઈ વ્યક્તિ ઉભા રહીને પોતાના બે હાથ લંબાવીને આવરી લે એટલી જ ખુલ્લી જમીન શહેરીજનોને ભાગે આવી શકે છે. CEPT યુનિવર્સિટીના પ્લાનિંગ ફેકલ્ટીના પીજી કોર્સના વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસના તારણોમાં એવી નોંધપાત્ર બાબત જોવા મળી છે કે, અમદાવાદમાં રહીશ દીઠ 1.3 ચો. મી.ની ખુલ્લી જગ્યા મળે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા 9 ચો. મી.ની ખુલ્લી જગ્યાની ભલામણ કરવામાં આવી છે. આમ, WHO દ્વારા 9. ચો. મી.ની ખુલ્લી જગ્યાના આદર્શ ધોરણી સરખામણીએ અમદાવાદના નાગરિકને ફક્ત 1.3 ચો.મી. ખુલ્લી જગ્યા મળે છે.
આ પણ વાંચો: ઉત્તરાયણ: 14 જાન્યુઆરીએ વિચિત્ર સંયોગ સર્જાશે, જાણો શું થશે અસર
એક પીચ પર એક કરતાં વધુ ક્રિકેટ ટીમો ક્રિકેટ રમતી
GMDC ગ્રાઉન્ડ જેવા વિસ્તારોમાં જમીનના એક જ પીચ પર એક કરતાં વધુ ક્રિકેટ ટીમો ક્રિકેટ રમતી હોવાનું જોવા મળતી હોવાનું નિષ્ણાંતોએ જણાવ્યું છે. અગાઉના અભ્યાસમાં જણાવાયા મુજબ, 1990થી અમદાવાદમાં લગભગ 31 ટકા ખુલ્લી અને હરિયાળી જમીનનું સ્થાન ગગનચુંબી ઈમારતોએ લઈ લીધુ છે.