ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં બેફામ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા બાળકી ફૂટબોલની જેમ ઊલળી, જૂઓ LIVE CCTV

Text To Speech
  • દિલ્હીમાં ભયાનક અકસ્માત
  • બેફામ કારે એક્ટિવાને ટક્કર મારી
  • બાળકી ફૂટબોલની જેમ ઊલળી

દેશભરમાં રોજના હજારો માર્ગ અકસ્માત સર્જાતા હોય છે. જેમાં કટેલાક નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડતો હોય છે. આ અકસ્માતોમાં મોટાભાગના અકસ્માત બેફામ વાહન હંકારવાના કારણે થતા હોય છે. ત્યારે આવો જ વધુ એક અકસ્માત દિલ્હીમાં સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં બેફામ કાર ચાલકે એક એક્ટિવાને અડફેટે લીધી હોવાનું સામે આવ્યું છે.

બાળકી બોલની જેમ ઉછળીને રસ્તા પર પટકાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, આજકાલ બેફામ ઝડપ અને આડેધડ રીતે વાહન ચલાવવા જેવી ઘટનાઓ વધી રહી છે. ત્યારે આવી જ એક ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં એક કાર ચાલક એક્ટિવા ચાલક અને એક્ટિવા પર સવાર એક બાળકીને અડફેટે લઈ ફરાર થઈ જતો જોવા મળે છે. આ ટક્કર એટલી જોરદાર હતી. એક્ટિવા ચાલક ઉછળીને બોનેટ પર પડી જાય છે. જ્યારે બાળકી બોલની જેમ ઉછળીને રસ્તા પર પટકાય છે.એક્ટિવા ચાલક બોનેટ પર પડતા કાર ચાલક બ્રેક મારે છે. જેથી એક્ટિવા ચાલક નીચે ઉતરી જાય છે. એક્ટિવા ચાલક નીચે ઉતરી જતા કાર ચાલક ત્યાંથી કાર લઈને ફરાર થઈ જાય છે. જ્યારે બીજી તરફ અકસ્માત અંગે જાણ થતા આસપાસના લોકો દોડી આવે છે. અને ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડે છે.

સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ
અહેવાલ થકી મળતી માહિતી અનુસાર, આ ઘટના દિલ્હીમાં આદર્શનગર વિસ્તારમાં ગુરુવારે સાંજે સાત વાગ્યે બની. જેમાં બેફામ ઝડપે આવતી એક કારે એક્ટિવાચાલક અને બાળકીને અડફેટે લીધા. જે સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ હતી. બાળકી જમીન પર પટકાય છે અને એક્ટિવા ચાલક કારના બોનેટ પર ઢસડાય છે. કાર ચાલક બ્રેક મારે છે અને એક્ટિવાચાલક બોનેટ પરથી નીચે ઉતરતા, તે ઘટનાસ્થળે ભાગી જાય છે.

આ પણ વાંચો : મોરબીના હળવદમાં અકસ્માત: બેફામ ટ્રક ચાલકે અડફેટે લેતા 2ના મોત, 2 લોકો ઈજાગ્રસ્ત

Back to top button