સુરતમાં ફટાકડા ફોડતા બાળકને કાર ચાલકે કચડ્યો, ચમત્કારિક બચાવ
- ફટાકડા ફોડતા બાળક પરથી કાર પસાર થઈ
- સમગ્ર અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા
- સદનસીબે બાળકનો ચમત્કારિક બચાવ થયો
સુરતઃ (Diwali)દિવાળીના તહેવારમાં બાળકો ઘર આંગણે ફટાકડા ફોડતા હોય છે. (Car Driver hit car ) ત્યારે તેમની દેખરેખ માટે વાલીઓએ સાથે રહેવું જરૂરી બને છે. રણ કે અકસ્માત કોઈને પુછીને નથી થતો. (7 year old child) એક કિસ્સો સુરતમાં બન્યો છે. એક બાળક ફટાકડા ફોડતો હતો. આ દરમિયાન એક કાર ચાલકે જોયા વિના જ તેના પરથી કાર પસાર કરી દીધી હતી. (Accident)સદનસીબે આ બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
બાળકે મોટા અવાજે રડતાં આસપાસના લોકો દોડી આવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં એક ફટાકડા ફોડતા બાળક પરથી આખે આખી કાર પસાર થઈ ગઈ હતી. સદનસીબે બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. સમગ્ર અકસ્માતનાં દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. કતારગામ વિસ્તારમાં 7 વર્ષનો બાળક ફટાકડા ફોડી રહ્યો હતો. તે દરમિયાન બેદરકાર કાર ચાલકે ગલીના વળાંકમાંથી આવીને ફટાકડા ફોડતા બાળકને કચડ્યો હતો.
જો કે, કારની નીચે જગ્યા વધુ હોવાથી બાળક રસ્તા પર પટકાઈને ઢસડાઈ ગયો હતો. જેથી તેને માત્ર માથાના ભાગે અને પગના ભાગે ઈજા થઈ હતી. બાળકે મોટા અવાજે રડતાં આસપાસના લોકો દોડી આવ્યા હતાં. પરંતુ કાર ચાલકને કશોક ખ્યાલ ન હોય તેમ તે દૂર ઊભો રહીને બધું જોઈ રહ્યો હતો.
આ પણ વાંચો: યુવકને બાઈક પર ફટાકડા ફોડવાનો સ્ટંટ ભારે પડ્યો, પોલીસે ગુનો નોંધ્યો