ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના ધારાસભ્યને તાંત્રિક વિધિ કરાવવાની લાલચ આપી અને પછી…

  • જામનગરમાં વિધિની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ
  • MLA દિવ્યેશ અકબરીને વિધિ કરાવવાની લાલચ આપી હતી
  • ધારાસભ્યએ પોલીસને જાણ કરતા છટકું ગોઠવી આરોપી ઝડપાયા

ગુજરાતમાં વિધિ કરાવવાના નામે લોકોને ફોન કરવામાં આવે છે. જેમાં વિધી કરનાર ટોળકીએ જામનગરના ધારાસભ્યને ફોન કરી વિધિ કરાવવાની લાલચ આપતા તેમણે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ધારાસભ્યની મદદથી છટકુ ગોઠવી 4 દિવસ સુધી વાત કરાવી આ ટોળકીને જામનગર બોલાવી હતી અને પોલીસે તેમની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરબા આયોજકોએ સરકારને કરવી પડશે જાણ, આરોગ્ય વિભાગની ગાઈડલાઈન આવી 

એલસીબીએ આ ટોળકીના ત્રણેય સભ્યોની અટક કરી હતી

જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરીને ચાર દિવસ પહેલા તેમના મોબાઈલ પર કોલ આવ્યો કે, તમારે તકલીફ છે, વિધિ કરાવવી પડશે જે માટે તેમણે એક સાધુનું નામ આપી તેમની સાથે વાત કરાવી હતી. જે પછી વિધિ માટે એક કવરમાં રૂપિયા 51 હજાર મોકલાવવાનું કહ્યું અને તે કવર પાછુ મળી જશે તેમ જણાવ્યું હતું. આ અંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે ધારાસભ્યને આ લોકો સાથે વાત ચાલુ રાખવાની વિનંતી કરી હતી. જે બાદ ધારાસભ્યએ 4 દિવસ સુધી અલગ અલગ બહાના બનાવી તેમની સાથે વાત કરી તેમને પૈસા લેવા માટે જામનગર બોલાવ્યા હતા. જ્યાં એસટી ડેપો પર એલસીબીએ આ ટોળકીના ત્રણેય સભ્યોની અટક કરી હતી. જેમાં અમરેલીના મહંમદ ઉર્ફે મુન્નો ટાઈગર, અંજુમન જુણેજા અને અભય સોમાણી નામના ત્રણેય વ્યક્તિઓની પૂછપરછ કરતા તેઓએ બે-ચાર દિવસથી જ આ કામ ચાલુ કર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું. એલસીબીએ તેમની અટક કરી તેને સિટી-એ ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાનની મેચમાં વરસાદ વિધ્ન પાડશે

ધારાસભ્યને શંકા ગઈ અને આખો ભાંડો ફૂટી ગયો હતો

પોલીસ સૂત્રોમાંથી એવી માહિતી આપવામાં આવી છે કે, આ શખ્સો દ્વારા હજુ ફોન કરવાની શરૂઆત જ કરવામાં આવી હતી અને ધારાસભ્ય હડફેટે આવી ગયા હતા. પરંતુ ધારાસભ્યની સમય સૂચકતા અને સતર્કતાના કારણે તેઓ ઝડપાઇ ગયા અને અન્ય લોકો આવા તત્વોના શિકાર બને તે પહેલા જ ધારાસભ્યએ આ ટોળકીને પોલીસના હાથે પકડાવી દીધી છે. ટોળકી સાધુનું નામ ખોટું વટાવતા હતા. પકડાયેલા શખ્સો જુનાગઢમાં એક સાધુનું નામ વટાવતા હતા. જેઓ દિગંબર જૈનમુનિ છે. તેઓ તેમની સાથે વાત કરાવવાના નામે ખોટી વાત કરતા હતા અને આવી રીતે લોકોને વિધિ કરવાના બહાને શિશામાં ઉતારતા હતા. પરંતુ ધારાસભ્યને શંકા ગઈ અને આખો ભાંડો ફૂટી ગયો હતો.

Back to top button