ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

મુંબઈ એરપોર્ટના રનવે પરથી ચાર્ટર પ્લેન સ્લીપ થયું, બે ટુકડાઓમાં વહેંચાયું છતાં કોઈ મોટી જાનહાનિ નહીં

Text To Speech

મુંબઈમાં ભારે વરસાદને કારણે એક ચાર્ટર પ્લેન મુંબઈ એરપોર્ટના રનવે પરથી સ્લીપ થઈ ગયું હતું. જેના કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં કોઈ વીઆઈપી હાજર ન હતા. ચાર્ટર પ્લેન કેવી રીતે સ્લીપ થઈ ગયું તેની તપાસ કરવામાં આવી રહી છે.

ચાર્ટર પ્લેનમાં 2 ક્રુ અને 6 પેસેન્જર હતા

ડીજીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રાથમિક અહેવાલ મુજબ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી. જો કે કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

 

 

Post by @humdekhenge_news
View on Threads

 

ખરેખર, મુંબઈ એરપોર્ટ પર રનવે-27 પર ઉતરતી વખતે ચાર્ટર VT-DBL અટકી ગયું હતું. વિમાનમાં 06 મુસાફરો અને 02 ક્રૂ મેમ્બર સવાર હતા. ભારે વરસાદને કારણે વિઝિબિલિટી 700 મીટર હતી.

 

ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા

આ ઘટનાની માહિતી તાત્કાલિક મુંબઈ ફાયર બ્રિગેડની ટીમને આપવામાં આવી હતી. આ ઘટના ગુરુવારે સાંજે 5.45 કલાકે બની હતી. આ દુર્ઘટનામાં ખાનગી ચાર્ટર પ્લેનને ભારે નુકસાન થયું હતું.

અકસ્માત બાદ MFB, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ચારેબાજુ ધુમ્મસ છવાયેલુ દેખાઈ રહ્યું છે. તેમજ ઘટના બાદ એક પ્લેન રનવેની બાજુમાં પડેલું જોવા મળે છે. ફાયર એન્જિન પણ સ્થળ પર હાજર જોવા મળે છે.

Back to top button