દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, સુરત અને વલસાડમાં વરસાદી માહોલ


ગુજરાતમાં એક તરફ કમોસમી વરસાદ તો બીજી તરફ આકરી ગરમી પડી રહી છે ત્યારે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અગાઉ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને તાપમાનમાં વધારો થવાની આગાહી કરી હતી, ત્યારબાદ આજે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં વરસાદી છાંટા પડ્યા હતા.
આ પણ વાંચો : AMC : અમદાવાદમાં 96 સ્થળોએ ‘ડેપ્યુટેડ બાઉન્સરો’ તૈનાત કરવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે અગાઉ માર્ચ અને એપ્રિલની શરૂઆતમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આજે દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત થયા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, ડાંગ, નર્મદા સહિત છોટા ઉદેપુરમાં વરસાદી છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદને લીધે સૌથી વધુ નુકસાનનો સામનો જગતના તાતને કરવો પડતો હોય છે ત્યારે આજે દક્ષિણ ગુજરાતમાં વરસેલ કમોસમી વરસાદને લીધે ફરીથી ખેડૂતો ચિંતિત થયા હતા. ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતોમાં ફરી ચિંતા પ્રસરી છે.