સ્પોર્ટસ

ભારતીય ટીમ માટે ઊભો થયો એક પડકાર : પાકિસ્તાનનો આ ફાસ્ટ બોલર થયો ફીટ, ભારત સામે રમી શકે છે મેચ

Text To Speech

આગામી દિવસોમાં ટી20 વિશ્વકપ શરૂ થઈ રહ્યો છે અને ભારતીય ટીમ પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમવા જઈ રહી છે. ત્યાં જ ભારતીય ટીમ માટે એક પડકાર ઊભો થઈ રહ્યો છે. પાકિસ્તાનનાં ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ઘુંટણની ઈજામાંથી સાજો થઈ ગયો છે અને તે ભારત વિરુદ્ધ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનાર મુકાબલામાં રમતો જોવા મળશે. તેવા સમાચાર મળ્યાં છે. શાહીન ભારતીય ટીમ માટે અડચણ બની શકે છે. ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને આ ઈજા જુલાઈના મધ્યમાં ગોલમાં શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં ફીલ્ડિંગ દરમિયાન થઈ હતી. આ ઈજાને કારણે તે નેધરલેન્ડ સિરીઝ અને એશિયા કપમાંથી બહાર રહ્યો હતો. પરંતુ હવે તે ફીટ થતાં ચોક્કસ મેદાનમાં પરત ફરશે.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાનું મિશન T20 WC શરૂ : વર્લ્ડ કપ માટે WACA નાં મેદાન પર તૈયાર કરે છે પ્લાન

પાકિસ્તાનનો એક પ્લેયર સાજો થયો ત્યાં બીજો ખેલાડી થયો ઈજાગ્રસ્ત  

 

પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ટી20 વિશ્વકપ શરૂ થવાના થોડા દિવસ પહેલા સારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ કહ્યુ કે, ‘શાહીન શાહ આફ્રિદીને ફરી ફિટ જાહેર કરી દેવામાં આવ્યો છે અને તે 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત વિરુદ્ધ ટી20 વિશ્વકપ 2022ની પ્રથમ મેચ રમશે તેવી શક્યતાઓ છે. પરંતુ ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર એ છે કે લેગ સ્પિનર ઉસ્માન કાદિર ઈજાગ્રસ્ત થઈ ગયો છે. તેથી તે ભારત સામેની મેચમાં રમશે કે નહી તેનાં પર શંકા છે.’

ઉસ્માન કાદિર હાલ ઈજાગ્રસ્ત થઈ ગયો છે. તેને આંગળીમાં હેરલાઇન ફ્રેક્ચર છે, તેથી પાકિસ્તાન ટીમ તે સિવાયનો વિકલ્પ શોધી રહી છે, જો કે પાકિસ્તાનનો બેટર ફખર ઝમાન પાછો ફિટ થઈ ગયો છે, જે પાકિસ્તાન ટીમ માટે ખુબ મહત્વપૂર્ણ છે.

 

Back to top button