ગુજરાત

સુરતમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો

Text To Speech

સુરતમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં રમતા-રમતા પાંચ વર્ષીય બાળા વીંટી ગળી ગઈ હતી. તેમજ બાળકી વીંટી ગળી જતા અન્નનળીમાં ફસાઈ ગઇ હતી. તેથી ગળામાં દુ:ખાવો શરૂ થયો હોવાની ફરિયાદ બાળકીએ કરી હતી. ત્યારે સિવિલના તબીબોએ દૂરબીનની મદદથી વીંટી કાઢી હતી. તથા હાલ બાળકી સિવિલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: ગુજરાત: બોર્ડની પરીક્ષામાં કોપી સાથે પકડાયા તો 2 વર્ષ ઘરે બેસવું પડશે

મનસ્વીનીએ ગળી લીધેલી વીંટી અન્નનળીમાં ફસાયેલી દેખાઈ

મુળ ઓરીસ્સાનો વતની અને હાલ, પાંડેસરા વિસ્તારમાં રહેતા બલરામ મંહતોની પાંચ વર્ષીય પુત્રી મનસ્વીની ઘરમાં રમી રહી હતી. મનસ્વીનીએ રમતા-રમતા પોતાના જમણા હાથની આંગળીમાં પહેરેલી તાંબાની વીંટી મોંઢામાં નાંખી હતી. ત્યારે અચાનક મનસ્વીનીથી વીંટી ગળાઈ જતા ગળામાં દુઃખાવો શરૂ થયો હોવાની ફરિયાદ માતા-પિતાને કરી હતી. મનસ્વીનીએ વીંટી ગળી લીધી હોવાની જાણ થતા માતા-પિતા તેણીને લઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યાં હતા. ત્યારબાદ અહીના ઇએનટી વિભાગના તબીબોએ એક્સરે સહિતની તપાસ કરાવી હતી. જેમાં મનસ્વીનીએ ગળી લીધેલી વીંટી અન્નનળીમાં ફસાયેલી દેખાઈ હતી.

આ પણ વાંચો:  ગુજરાતમાં GST રિટર્ન નહીં ભરનારા પર તવાઇ, ડિપાર્ટમેન્ટે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી

મનસ્વીની સિવિલના ઇએનટી વિભાગમાં સારવાર હેઠળ

ઇએનટી વિભાગના ડો. શ્રીતમ શાહુએ જણાવ્યું હતું કે, વીંટી સમયર કાઢવામાં નહીં આવે તો મનસ્વીનીને કોમ્પ્લીકેશન થવાની ભીંતી હતી. જેને પગલે વિભાગના વડા ડો. જૈમિન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શનમાં ડો. ખુશી ભાવસાર, ડો. પુરૂરભા દેસાઈ સહિતના તબીબોની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું અને એક કલાક બાદ દૂરબીનની મદદથી મનસ્વીનીની અન્નનળીમાં ફસાયેલી વીંટી કાઢવામાં આવી હતી. હાલ, મનસ્વીની સિવિલના ઇએનટી વિભાગમાં સારવાર હેઠળ છે.

Back to top button