- યુવકે 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારીને તેને મોતને ઘાટ ઉતારી
- પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
- બાળકીનો શ્વાસ રૂંધાઇ જવાથી તેનુ આરોપીના ઘરમાં જ મોત
અમદાવાદમાં હેવાનિયતની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલિયોથી પીડાતી બાળકીની દુષ્કર્મ બાદ નિર્મમ હત્યા કરવામાં આવી છે. તેમાં વટવા પોલીસે ગુનો નોંધ્યો છે. તથા ઘટના બાદ આરોપીને લોકોએ માર્યો માર હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, જાણો કયા રહ્યું સૌથી ઓછુ તાપમાન
યુવકે 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારીને તેને મોતને ઘાટ ઉતારી
શહેરના વટવા વિસ્તારમાં હેવાનિયતની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાડોશમાં રહેતા યુવકે 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. હાલ વટવા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના અમદાવાદ શહેરના વટવા વિસ્તારની છે જ્યાં બિહારથી મૃતક બાળકીનો પરિવાર અમદાવાદ આવ્યો હતો. મૃતક બાળકી પોલિયોની બીમારીથી પીડાતી હતી જેની સારવાર માટે પરિવાર અમદાવાદ આવ્યો હતો. આરોપીએ બાળકીને લલચાવીને તેના ઘરે બોલાવી હતી જ્યાં તેના પર બળજબરી પૂર્વક શારીરિક અડપલાં કર્યા હતા. શારીરિક અડપલાં કરતા બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી ગભરાયેલા આરોપીએ બાળકી બૂમો ના પાડે તે માટે તેનું મોઢું અને ગળું દબાવ્યું હતું. આ દરમ્યાન વધારે દબાણ આવતા બાળકીનો શ્વાસ રૂંધાઇ જવાથી તેનુ આરોપીના ઘરમાં જ મોત થઈ ગયું હતું.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં એક જ દિવસમાં 3ના હાર્ટ એટેકથી મોત
ઘરમાં જ બાળકીનું મોત થઈ ગયા બાદ આરોપી ગભરાઈ ગયો હતો
ઘરમાં જ બાળકીનું મોત થઈ ગયા બાદ આરોપી ગભરાઈ ગયો હતો. અને મૃતદેહનું શું કરવું તે વિચારતો હતો. જો કે આ દરમિયાન બાળકી પણ ઘરમાંથી બહાર રમવા ગઈ હોવાને 2-3 કલાક થઈ ગયા હોવાથી પરિવારજનો એ શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન બાળકી આરોપી ઉમાશંકર સહાના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. આરોપીના ઘરમાં મૃત બાળકીના કપડા વેર વિખેર હતા. તેમજ તેના ગુપ્ત ભાગોમાં ઈજાઓ થયેલી હતી. જેને લઇને સ્થાનિકોએ આરોપીની ધોલાઈ કરી હતી. હાલ ઇજાગ્રસ્ત આરોપીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. આરોપીની સારવાર બાદ વટવા પોલીસ તેની ધરપકડ કરશે.