કચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝ

બોટાદમાં 28 વર્ષીય યુવકના મોત મામલે ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુનો નોંધાયો

Text To Speech

બોટાદ જિલ્લામાં કસ્ટડીમાં કથિત રીતે માર માર્યા બાદ 28 વર્ષીય યુવકના મૃત્યુના સંબંધમાં ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. 14 એપ્રિલના રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં મજૂર કાલુ પાધારશી (28)ની ધરપકડ કરવામાં આવી હતી.  કેસની તપાસ મામલે ત્રણ કોન્સ્ટેબલોએ તેને પૂછપરછ માટે તેના ઘરેથી ઉપાડ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, યુવકના મોય બાદ પરિવારે બાદમાં આરોપ લગાવ્યો હતો કે તેને કસ્ટડીમાં સખત માર મારવામાં આવ્યો હતો, તેનું 14 મેના રોજ અમદાવાદની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષક કિશોર બલોલિયાએ જણાવ્યું હતું કે પધારશીની હત્યા માટે ત્રણ આરોપીઓ, અમીરાજ બોરીચા, રાહિલ સિદાતાર અને નિકુલસિંહ જાધવ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : આ રાજ્યોમાં પડશે વરસાદ | હોડી પલટી જતાં 6 લોકો ડૂબ્યા | અમિત શાહ આવશે ગુજરાત | રાજેશ ચુડાસમા સામે ગુનો
28 - Humdekhengenewsઉલ્લેખનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પીડિતનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે બાદ યુવકના પરિવવારજનોએ યુવકની લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ સમાજના અલગ અલગ સંગઠનો અને વિવિધ આગેવાનોએ આ બાબતે તંત્ર સમક્ષ રજૂઆત કરી યોગ્ય ન્યાય માટે રજૂઆત કરી હતી. જે બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. ત્યારબાદ આજરોજ બોટાદ પોલીસ દ્વારા તમામ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઇની નજર છે. ઉલ્લેખનીય છે કે હમણાં જ થોડા સમય અગાઉ કસ્ટોડિયલ ડેથના આંકડા સામે આવ્યા હતા જેમાં ગુજરાતે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

Back to top button