ગુજરાતટોપ ન્યૂઝ

ભાવનગરમાં નોંધાયો ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો કેસ, શામપરાનો શખ્સ ઝડપાયો

Text To Speech
ભાવનગરમાં આજે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો કેસ સામે આવ્યો છે. જેમાં સાયબર ક્રાઈમની ટીમે શામપરા ગામના શખ્સની ધરપકડ કરી છે.
મનોચિકિત્સકોનાં મત મુજબ આ એક પ્રકારની ગંભીર કુટેવ
આજકાલનાં યુવાનોમાં પોર્નોગ્રાફીનું વ્યસન જેવું થઈ ગયું છે સગીર વયથી લઈને યુવાનો આધેડો પોતાના મોબાઈલમાં બિભત્સ ફોટોગ્રાફ વિડિયો જોવા તથા એકાબીજાને શેર કરવા માટે હોડ જામી હોય એવું લાગી રહ્યું છે. મનોચિકિત્સકોનાં મત મુજબ આ એક પ્રકારની ગંભીર કુટેવ છે અને જો સમયસર આ લતથી છુટવામા ન આવે તો ગંભીર સમસ્યા સર્જે છે. ત્યારે આવા વિડીયોથી ઉત્તેજિત થઈને રેપ જાતીય સતામણી સહિતના અપરાધિક બનાવો પણ વધી રહ્યાં છે. આ એક મોટી ચિંતાનું કારણ બન્યું હોય જે અન્વયે પોલીસ તંત્ર દ્વારા સાયબર સેલની મદદથી ખાનગી રાહે નઝર રાખવામાં આવી રહી છે.
શામપરાના રાહુલે પોર્નોગ્રાફીને લગતી સામગ્રી ડાઉનલોડ કરી વોટ્સએપ ગૃપમાં સેન્ડ કરી
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર એસઓજીને સીઆઈડી ક્રાઈમબ્રાન્ચની ટીમે માહિતી આપી હતી કે સિદસર-શામપરા રોડપર 25 વારીયા વિસ્તારમાં રહેતો રાહુલ રામજી પરમાર પોતાના મોબાઈલમાં પ્રતિબંધિત વેબસાઈટ પરથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતી સામગ્રી ડાઉનલોડ કરી વોટ્સએપ ગૃપમાં સેન્ડ કરે છે. આથી ટીમે તેના ઘરે પહોંચી રાહુલને મોબાઈલ સાથે ઉઠાવી મોબાઈલ તપાસતા તેમાં મોટા પ્રમાણમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વિડિયો તથા ઈમેજીસ મળી આવતા આરોપી વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી મોબાઈલ એફએસએલમાં તપાસ માટે મોકલી આરોપીને વરતેજ પોલીસને હવાલે કરતાં પોલીસે મનોવિકૃત શખ્સને લોકઅપમાં ધકેલી તપાસ હાથ ધરી છે.
Back to top button