રામ-કૃષ્ણ અંગે વાંધાજનક ટીપ્પણી બદલ અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રોફેસર વિરૂદ્ધ ફરિયાદ
- અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રોફેસરનું વિવાદાસ્પદ નિવેદન
- જો ભગવાન રામ અને કૃષ્ણ આજે હાજર હોત તો હું તેમને જેલમાં મોકલી દેત : પ્રોફેસર
અલ્હાબાદઃ ભગવાન રામ અને કૃષ્ણ પર કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ અલ્હાબાદ યુનિવર્સિટીના એક સહાયક પ્રોફેસર વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ અને બજરંગ દળની સંયુક્ત ફરિયાદ પર રવિવારે સાંજે સહાયક પ્રોફેસર વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. અલ્હાબાદ યુનિવર્સિટીના મધ્યયુગીન અને આધુનિક ઇતિહાસ વિભાગમાં કામ કરતા સહાયક પ્રોફેસર ડૉ. વિક્રમ વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ શુભમની ફરિયાદના આધારે કોલનલગંજ પોલીસ સ્ટેશનમાં કલમ 295-A, 153-A અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 66 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
પ્રોફેસર પર આ આરોપો લગાવવામાં આવ્યા હતા
આસિસ્ટન્ટ પ્રોફેસર વિક્રમ પર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ દ્વારા અવારનવાર અભદ્ર અને દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ કરીને હિન્દુ સમાજના દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ છે. જેના કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં રોષ તો છે જ પરંતુ હવે હિન્દુ સમાજને પણ ઠેસ પહોંચી છે. ડૉ. વિક્રમે એક્સ પર પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે, જો આજે ભગવાન રામ હોત તો હું તેમને ઋષિ શંભુકની હત્યા કરવા બદલ IPC ની કલમ 302 મુજબ તેમને જેલમાં મોકલી દીધા હોત અને જો આજે કૃષ્ણ જીવતા હોત તો તેમને પણ જેલમાં મોકલી દીધા હોત.
यदि आज प्रभु श्री राम होते तो मैं ऋषि शम्भुक का वध करने के लिए उनको मैं आईपीसी की धारा 302 के तहत जेल भेजता और यदि आज कृष्णा होते तो महिलाओं के साथ सेक्सुअल हैरेसमेंट के केस के लिए उनको भी मैं जेल में भेजता ???
— Professor Dr.Vikram (@ProfDrVikram1) October 22, 2023
બંધારણના દાયરામાં આ લખ્યું છે
જ્યારે ડૉ. વિક્રમને આ બાબત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, મેં આ બંધારણના દાયરામાં લખ્યું છે. શંભુક શુદ્ર જાતિના હતા અને બાળકોને ભણાવતા હતા માટે ભગવાન રામે શંભુકની હત્યા કરી હતી. શ્રી કૃષ્ણ મહિલાઓના કપડા લઈને ભાગી જતા હતા. મારે એટલું જ કહેવું છે કે જો આજના સમયમાં આવું થયું હોત તો શું કોઈ મહિલા આ સહન કરી શકત?
VHPના શુભમે કહ્યું, ભારતીય બંધારણ અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે પરંતુ વિક્રમ જેવી વ્યક્તિઓ સામાજિક અશાંતિ ફેલાવવા માટે તેનો ફાયદો ઉઠાવી રહી છે. તેઓ એ વાતથી અજાણ છે કે બંધારણ તેવી ટીપ્પણી કરવાની પરવાનગી આપતું નથી જે દેશની સુરક્ષા અને જાહેર વ્યવસ્થા માટે હાનિકારક હોય.
આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીર: LOC પર ઘૂસણખોરી કરનારા બે આતંકવાદીઓ ઠાર