ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલ પર ઘરના રિનોવેશનમાં કરોડોનાં ખર્ચ મામલે કેસ દાખલ

  • દિલ્હી CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો
  • CMના ઘરના રિનોવેશન મામલામાં CBI કરશે તપાસ
  • રિનોવેશનમાં કરોડોનાં ખર્ચ મામલે CBIએ કેસ કર્યો દાખલ

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જેમાં મુખ્યમંત્રીનાં ઘરના રિનોવેશન મામલામાં CBIએ બુધવારે(27 સપ્ટેમ્બરે) ગૃહ મંત્રાલયનાં આદેશથી કેસ દાખલ કર્યો છે. જેથી હવે મુખ્યમંત્રીના ઘરના રિનોવેશન મામલામાં CBI દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.

ગૃહ મંત્રાલયે CBIને આપ્યા તપાસનાં આદેશ

દિલ્હી CM આવાસમાં કથિત કૌભાંડની CBI તપાસનાં ગૃહ મંત્રાલય દ્વારા આદેશ આપવામાં આવ્યાં છે. મે મહિનામાં દિલ્હીનાં LGએ CBIનાં ડાયરેક્ટરને પત્ર લખીને તપાસની માંગ કરી હતી. જેના આધારે ગૃહ મંત્રાલયે CBI તપાસની મંજૂરી આપી છે. CBIની તપાસનાં આદેશ બાદ આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું છે.

કેજરીવાલની CBI તપાસ પર પાર્ટીએ શું કહયું ?

આમ આદમી પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું કે, ભાજપએ આમ આદમી પાર્ટીને ખતમ કરવા પૂરી તાકાત લગાડી છે. આજે સમગ્ર દેશમાં માત્ર આમ આદમી પાર્ટીએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરીને વોટ માંગી રહી છે. પરંતુ ભાજપ ગરીબોને સારું શિક્ષણ અને ઉત્તમ આરોગ્ય સુવિધાઓ મળે તેવું ઈચ્છતું નથી. આ સાથે ભાજપની ધર્મ અને જાતિની રાજનીતિનો પરાજય થશે. આ કારણે દેશના શ્રેષ્ઠ શિક્ષણ અને આરોગ્ય મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘેરવા માટે તમામ તપાસ એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે. પરંતુ દિલ્હીની બે કરોડ જનતાનો પ્રેમ અને આશીર્વાદ અરવિંદ કેજરીવાલ સાથે છે…

ઘરનાં રિનોવેશનમાં કરોડો રૂપિયા ખર્ચાયાનો આક્ષેપ

દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસ જેવી મોટી પાર્ટીઓ આક્ષેપ-પ્રતિઆક્ષેપો લગાવી રહી છે કે સીએમ કેજરીવાલના ઘરનાં રિનોવેશન પાછળ 45 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. આ પાર્ટીઓ દાવો કરી રહી છે કે રિનોવેશન દરમિયાન લાખો રૂપિયાના પડદા અને માર્બલ લગાવવામાં આવ્યા હતા. હવે આ કેસમાં સીબીઆઈએ કેસ નોંધ્યો છે ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આનાથી દિલ્હીના મુખ્યમંત્રીની મુશ્કેલીઓ વધી શકે છે.

આ પણ વાંચો:  ધ વેક્સીન વૉર: કોરોનાની રસી બનાવનાર વૈજ્ઞાનિક યોદ્ધાઓની રોમાંચક કથા

Back to top button