કોંગ્રેસના નેતા પવન ખેડાને ગુરુવારે દિલ્હી એરપોર્ટ પરના ઈન્ડિગો પ્લેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. ખેડા રાયપુરમાં શુક્રવારે શરૂ થનાર કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લેવા જઇ રહ્યા હતા. પછી તેમને ફ્લાઇટમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે પવન ખેડાની પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચો : દિલ્હી એરપોર્ટ પરથી પવન ખેડાની ધરપકડ કરવાનો પ્રયાસ, કોંગ્રેસના નેતા ધરણા પર બેઠા
દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે નિયમો હેઠળ આસામ પોલીસની અપીલ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આસામ પોલીસ પ્રવક્તા સુશાંત ભુયેને જણાવ્યું હતું કે સાંપ્રદાયિક ખલેલ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે બુધવારે રાત્રે પવન ખેડા સામે કેસ નોંધાયો છે. સ્થાનિક કોર્ટની પરવાનગી લીધા પછી અમે તેમને આસામ લઈ જઈશું. તેમણે જણાવ્યું હતું કે આસામના ડિમા હસાઓ જિલ્લામાં હાફલોંગ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતા પવન ખેડા સામે કેસ નોંધાયેલા છે. એક પ્રેસ કોન્ફરન્સમાં તાજેતરમાં ગૌતમ અદાણીના મુદ્દા પર સરકાર પર હુમલો કરતાં પવન ખેડાએ એક ટીકા કરી હતી જેમાં નરેન્દ્ર દામોદરદાસ મોદીને નરેન્દ્ર ગૌતમદાસ મોદી તરીકે ગણાવ્યા હતા.
आज हम सभी Indigo की फ्लाइट से रायपुर जा रहे थे, तभी हमारे साथी @Pawankhera जी को झूठ बोलकर फ्लाइट से उतार दिया गया।
पुलिस ने हमें बताया कि असम पुलिस ने FIR दर्ज की है।
लेकिन पुलिस के पास किसी भी प्रकार का कोई लिखित गिरफ्तारी आर्डर नहीं है।
: @rssurjewala जी pic.twitter.com/1RJ90ctHzL
— Congress (@INCIndia) February 23, 2023
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આજે અમે કોંગ્રેસ અધિવેશન માટે રાયપુર જઈ રહ્યા હતા, ત્યારબાદ અમારા સાથીદાર પવન ખેડાને કહેવામાં આવ્યું કે તેમણે પોતાનો સામાન છોડી દીધો છે, પરંતુ તેમની પાસે કોઈ સામાન જ નહતો. ત્યારબાદ પોલીસ આવી અને કહ્યું કે આસામ પોલીસે એફઆઈઆર નોંધાવી છે. રણદીપે કહ્યું કે અમે તેમને ધરપકડનું વોરંટ બતાવવા કહ્યું પરંતુ તેમણે કોઈ ઓર્ડર બતાવ્યો નહીં. આ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, આસામ અને દિલ્હી પોલીસે અમારી ફ્લાઇટ્સને બળજબરીથી રોકી છે.