ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવર્લ્ડ

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની ! કેલિફોર્નિયાના રસ્તા પર ‘DEESA’નો ડંકો

Text To Speech

વિદેશમાં ભલે રહેતા હોય પણ વતન થોડી ભૂલાય. એમાંય જ્યારે વાત ભારત દેશની આવે ત્યારે તો વિદેશમાં વસતા દરેક ભારતીયનું દિલ બોલી ઉઠે છે- ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની. કંઈક આવી જ રીતે વતન પ્રેમ જોવા મળ્યો છે કેલિફોર્નિયામાં. અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા મૂળ ડીસાના સુજુલ બકુભાઈ કોઝાએ અનોખી રીતે પોતાનો વતન પ્રેમ વ્યક્ત કર્યો છે. થોડા સમય પહેલા જ સુજીલ કોઝાએ લક્ઝુરિયસ Tesla Car ખરીદી. આ કાર પર મનપસંદગીનો અન્ય કોઈ નંબર રાખવાને બદલે તેમણે નંબર પ્લેટમાં લખાવ્યું છે DEESA.

સુજીલ કોઝા સાન્સફ્રાન્સિસ્કો કેલિફોર્નિયામાં રહે છે. તેમણે આ તસવીરો શેર કરતા લખ્યું છે કે, “હું કેલિફોર્નિયામાં રહું છું. મારું વતન ડીસા છે. ત્યાં જ મારો જન્મ થયો છે. અભ્યાસ પણ ત્યાં જ કર્યો છે અને મોટો પણ ત્યાં જ થયો છું. મારા હૃદયમાં ડીસા માટે એક ખાસ સ્થાન રહ્યું છે. હું દુનિયામાં જ્યાં પણ રહ્યો, મને ડીસા માટે ખાસ લગાવ રહ્યો છે. મેં જ્યારે મારી પ્રથમ ગાડી ટેસ્લી લીધી ત્યારે મને થયું કે આપણે આપણા ગામ કે વતનને કંઈક પાછું આપવું હોય તો કેવી રીતે આપી શકીએ. આ જ સમયે મારા પિતાને વિચાર આવ્યો કે ગાડીની નંબર પ્લેટ DEESA લઈએ. અમે આ વિચારને આગળ ધપાવ્યો અને નંબર પ્લેટ માટે અરજી કરી. સદનસીબે મને DEESA નંબર પ્લેટ મળી ગઈ છે. આ વાતને લઈને હું ખૂબ ખુશ છું.”

સુજીલ કોઝાએ વધુમાં કહ્યું કે, “DEESA નંબર પ્લેટ લેવી મારું એક સપનું હતું. તમે દુનિયામાં ગમે ત્યાં રહો પરંતુ તમારા વતન સાથે જોડાયેલા રહો. આ નંબર પ્લેટ મળી હોવાથી અમે બધા ખૂબ ખુશ છીએ. હું માનું છું કે તમે દુનિયામાં ગમે ત્યાં રહો પરંતુ તમારા વતન સાથે જોડાયેલા રહો. હું ભલે કેલિફોર્નિયામાં રહું છું પરંતુ ડીસા માટે ખાસ લાગણી રહી છે. મારા વતનને કંઈક પરત આપવાની આ મારી એક રીત છે.”

સામાન્ય રીતે અમેરિકામાં વાહન ખરીદનાર કોઈ પણ વ્યક્તિ છથી સાત અક્ષરના કોઈ પણ શબ્દોની પસંદગી કરી શકે છે. નવી કાર ખરીદ્યા બાદ સુજીલ કોઝાએ પણ આ અહીંની સરકારની આ સ્કીમનો લાભ લઈ તેમની કારની નંબર પ્લેટમાં DEESA લખાવ્યું.

Back to top button