ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO: 150ની પૂરપાટ ઝડપે દોડતી કારે ત્રણ યુવકોને કચડી નાખ્યા, બેનાં ઘટનાસ્થળે મૃત્યુ

Text To Speech

ગોરખપુર (ઉત્તર પ્રદેશ), 11 માર્ચ: ગોરખપુરમાં રવિવારે રાતે એક પૂરપાટ ઝડપે આવતી કારે ત્રણ રાહદારીઓને કચડી નાખ્યા હતા. આ ઘટના ગોરખનાથ વિસ્તારમાં રામનગર ચોકી પર બની હતી. રાતના સમયે બેફામ આવતી કારે જમ્યા બાદ ફરવા નીકળેલા ત્રણ યુવકોને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ બેના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતાં નજીકની હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરાયો હતો. જો કે, હાલ તે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.

ટક્કર મારીને કાર ચાલક નાસી ભાગ્યો

ઘટના બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. જોકે, આ ઘટના સામેની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસનો અંદાજ છે કે કારની સ્પીડ 100 થી 120ની વચ્ચે હતી.કારની ટક્કર એટલી ખતરનાક હતી કે, એક યુવક 100 ફૂટ સુધી ઉછળીને પટકાયો હતો. ફૂટેજની મદદથી ગોરખનાથ પોલીસ સ્ટેશન આરોપીને શોધી રહી છે. ગોરખનાથના ઝાહિદાબાદના રહેવાસી મોઈન, અકીલ અહેમદ અને તાહિર રવિવારે રાત્રે 10 વાગ્યે જમ્યા બાદ રોડ પર આંટો મારવા નીકળ્યા હતા. દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી કાળા રંગની SUV કારે ત્રણેયને કચડી નાખ્યા હતા. કારની ટક્કર એટલી ખતરનાક હતી કે, એક યુવક 100 ફૂટ સુધી ઉછળીને પટકાયો હતો.

પોલીસે ડ્રાઇવરને શોધવા માટે તજવીજ હાથ ધરી

કારે ટક્કર મારતા મોઈન 30 ફૂટ અને અકીલ 10 ફૂટ નીચે પટકાયા હતા અને માથામાં ગંભીર ઈજાઓ થતાં બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.આ અકસ્માત અંગે ગોરખપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ જિતેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે આ મામલે કલમ 125/124, 279, 337, 338, 304 આઈપીસી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. વાહનનો નંબર હજુ જાણી શકાયો નથી. ઘટના પહેલાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો: મોબાઈલના કારણે યુવતીએ જીવ ગુમાવ્યો, ઘરે જ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત

Back to top button