ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઈન્દોરમાં તળાવના કિનારે પાર્ક કરેલી કાર 12 વર્ષની બાળકી સાથે પાણીમાં પડી, જુઓ હચમચાવી દે તેવા દ્રશ્યો

Text To Speech
  • તળાવના કિનારે પાર્ક કરેલી કાર 12 વર્ષની બાળકી સાથે પાણીમાં પડી
  • હૃદય હચમચાવી નાખે તેવા અકસ્માતનો વીડિયો સામે આવ્યો

ઈન્દોર નજીકના પર્યટન સ્થળ લોઢિયા કુંડમાં તળાવના કિનારે પાર્ક કરેલી કાર 12 વર્ષની બાળકી સાથે પાણીમાં પડી હોવાનું સામે આવ્યું છે. જેને બચાવવા પિતા પણ પાછળ કૂદી પડ્યા. જેને જોઈ આસપાસના લોકો પણ તેમને બચાવવા કૂદી પડ્યા હતા અને પુત્રી અને તેના પિતાને બચાવ્યા હતા.

કારની હેન્ડ બ્રેક આપોઆપ હટી ગઈ
પ્રાપ્ત વિગતો અનુસાર,લોઢિયા કુંડ સિમરોલ ઘાટ વિભાગની અંદર 10 કિલોમીટર અંદર આવેલું છે. અહીં બીજલપુરમાં રહેતા વેપારી તૈયબ અલી પત્ની ઝેહરા અને 12 વર્ષની પુત્રી જૌનક સાથે ફરવા આવ્યા હતા.તેમની સાથે બીજી કારમાં બીજલપુરના અન્ય ચાર પરિચિતો પણ હતા. તૈયબે કાર તળાવના કિનારે પાર્ક કરી અને હેન્ડ બ્રેક લગાવીને પત્ની અને પુત્રી સાથે નીચે ઉતર્યા. જે બાદ પૂલમાં નહાયા પછી કપડાં બદલતી વખતે તૈયબની કારની હેન્ડ બ્રેક આપોઆપ હટી ગઈ. આ દરમિયાન 12 વર્ષની બાળકી કારમાં એકલી હતી. લપસણો થવાને કારણે કાર પૂલ તરફ વળવા લાગી અને થોડી જ વારમાં તે બોનેટના બળે પૂલમાં પડી ગઈ.જે જોતા પુત્રીને બચાવવા માટે તૈયબ પણ કારની પાછળના પૂલમાં કૂદી પડ્યો હતો. આ જોઈને સ્થળ પર હોબાળો મચી ગયો હતો. તૈયબની પત્નીએ તેના પતિ અને પુત્રીને બચાવવા માટે આજીજી કરવાનું શરૂ કર્યું.

હાજર લોકોમાંથી એક તરત જ બાળકી પાસે પહોંચ્યો
આ સમગ્ર ઘટના ઘટી ત્યારે આસપાસ અનેક લોકો હાજર હતા. જેથી નજીકમાં ઉભેલા કેટલાક લોકોએ તરીને બાળકી અને તેના પિતાને બહાર કાઢ્યા હતા. અકસ્માત જોઈને ત્યાં હાજર લોકોમાંથી એક તરત જ બાળકી પાસે પહોંચ્યો અને તેને બહાર કાઢ્યો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જો કારનો ગેટ બંધ હોત તો છોકરીને ગંભીર ઈજાઓ થઈ શકી હોત. જો કે, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી જતા તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.બંનેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : ઈન્દોર મંદિર અકસ્માતમાં 13 લોકોના મોત, મૃતકના પરિજનોને રૂ. 5-5 લાખની સહાયની જાહેરાત, PM મોદીએ લીધી જાણકારી

 

Back to top button