કારચાલકે રોડ ક્રોસ કરી રહેલી મહિલાને એવી મારી ટક્કર કે…
- મહિલાને સ્થાનિકો દ્વારા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી
- આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ
તમિલનાડુ, 2 મે 2024, રાજ્યમાં રોજ અકસ્માતો અને ટક્કરોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તમિલનાડુમાં એક મહિલા રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે એક ઝડપી કારે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા લપસીને લગભગ 20 ફૂટ દૂર પડી ગઈ હતી. ત્યારબાદ મહિલાને સ્થાનિકો દ્વારા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
જાણો સમગ્ર મામલો
તમિલનાડુના ઈરોડ જિલ્લામાં એક મહિલા કોઈ કામ માટે હોસ્પિટલમાં ગઈ હતી અને ત્યાંથી પરત ફરી રહી હતી. તે દરમિયાન એક અજાણ્યા કર ચાલકે રોડ ક્રોસ કરતી મહિલાને ઝડપી વાહને ટક્કર મારી તેને હવામાં ફેંકી દીધી હતી. આ ટક્કરમાં મહિલા 20 ફૂટ દૂર જઈને પડી હતી. આ બનાવ બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.
અકસ્માતમાં કારની બોનેટનો નકશો બગડી ગયો
આ અકસ્માતમાં પીડિત મહિલાને માથા, ખભા અને કાંડા પર ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત કેટલો ભયાનક હતો તેનો અંદાજ અકસ્માત બાદ દેખાતી કારને જોઈને લગાવી શકાય છે, કારની બોનેટનો નકશો સંપૂર્ણપણે બગડી ગયો છે. આ દુર્ઘટના થતાં જ ત્યાં હાજર ઘણા લોકો પીડિતાને પહોંચી ગયા અને તેને સીધી હોસ્પિટલ લઈ ગયા. સેન્નીમલાઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. મહિલા ઈરોડ-સેનીમલાઈ પાસેની બેંકમાં ક્લાર્ક તરીકે કામ કરે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ પણ વાંચો.. ગુજરાત: લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી બસનો અકસ્માત, 40થી વધુ લોકો ઘાયલ