ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

કીબોર્ડથી કંટ્રોલ થનારી કાર! બેક સીટ પર બટન દબાવતો વ્યક્તિ અને રસ્તા પર ચાલતી કાર, જૂઓ વીડિયો

Text To Speech
  • કારમાં કોઈ ડ્રાઈવર બેસેલો દેખાઈ રહ્યો નથી, પરંતુ માત્ર કાર રસ્તા પર દોડતી દેખાઈ રહી છે

HD ન્યૂઝ ડેસ્ક, 16 નવેમ્બર: દેશ-દુનિયામાં અજીબોગરીબ વસ્તુઓની અછત નથી, ક્યાંક કોઈ જુગાડ લગાવીને અનોખી વસ્તુ બનાવી રહ્યું છે, તો ક્યાંક કોઈ આધુનિક તકનીકની મદદથી આશ્ચર્યજનક વસ્તુઓ બનાવી રહ્યું છે. આવો જ એક આશ્ચર્યજનક કારનો વીડિયો હાલ સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્ટિરિંગ તો ફરી રહ્યું છે, પરંતુ તેને પકડીને કોઈ ડ્રાઈવર બેસેલો દેખાઈ રહ્યો નથી, માત્ર કાર રસ્તા પર દોડતી દેખાઈ રહી છે.

જૂઓ વીડિયો

 

અદ્ભુત કાર

ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો ehsanzafarabbasi નામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક અનોખી કાર જોવા મળી રહી છે, જેને સ્ટીયરિંગની જગ્યાએ કીબોર્ડથી ચલાવવામાં આવી રહી છે. સામેનું સ્ટીયરીંગ વ્હીલ આપમેળે ચાલતું હોય તેવું લાગે છે, પરંતુ કોઈ ડ્રાઈવરે તેને પકડી રાખ્યું નથી. પરંતુ બેક સીટ પર એક માણસ બ્લેક કીબોર્ડ પકડીને બટનો દબાવી રહ્યો છે. એટલે કે કારનું સ્ટીયરિંગ કીબોર્ડથી કંટ્રોલ થઈ રહ્યું છે અને આ કીબોર્ડથી કાર ચાલી રહી છે.

વીડિયો વાયરલ

આ વીડિયોને 54 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને તેને 33 લાખથી વધુ લાઈક્સ મળી છે. લોકો વીડિયો પર કોમેન્ટ કરીને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે, “અમેઝિંગ, વિશ્વની પ્રથમ કીબોર્ડ સંચાલિત કાર.” સ્વિગી ઇન્સ્ટામાર્ટે કોમેન્ટ કરી અને લખ્યું કે, “આ મારું સપનું સાકાર કેવી રીતે થઈ ગયું.” ત્રીજા યુઝરે લખ્યું કે, “ઈલોન મસ્કના 20થી વધુ મિસ્ડ કોલ.

આ પણ જૂઓ:  બેંગલુરુ એરપોર્ટના ટર્મિનલ 2ની સુંદરતા જોઈને દંગ રહી ગઈ જાપાની વ્લોગર, જૂઓ વાયરલ વીડિયો

Back to top button