4 વર્ષના બાળકને ફૂલ સ્પીડે આવતી કારે મારી ટક્કર, માસૂમનું ઘટનાસ્થળે જ મોત


મુંબઈ, 22 ડિસેમ્બર : મુંબઈના વડાલા નગર વિસ્તારમાં આંબેડકર કોલેજ પાસે એક ઝડપી કારે 4 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો હતો. અકસ્માત બાદ બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ આરએકે માર્ગ પોલીસે 19 વર્ષીય આરોપી ડ્રાઈવર ભૂષણ સંદીપ ગોલે વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે. ગોલે વિલેપાર્લેના રહેવાસી છે. આ ઘટના શનિવારે બની હોવાનું કહેવાય છે. ઘટના અંગે પોલીસે જણાવ્યું કે બાળકનું નામ આયુષ લક્ષ્મણ કિનવાડે હતું. જેનો પરિવાર ફૂટપાથ પર રહે છે. મૃતક બાળકના પિતા શ્રમિક છે. પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપી આયુષ લક્ષ્મણ કિનવાડે હ્યુન્ડાઈ ક્રેટા કાર ચલાવતો હતો. વધુ તપાસ ચાલુ છે.
શરદ પવારના કાફલા સાથે અકસ્માત થયો હતો
બીજી તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારના કાફલા સાથે અકસ્માત થયો હતો. પરભણી પાસે તેમના કાફલાની કાર એકબીજા સાથે અથડાઈ હતી. જો કે આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. શુક્રવારે શરદ પવાર બીડના કેજ તાલુકાના મસાજોગ ગામની મુલાકાતે ગયા ત્યારે આ અકસ્માત થયો હતો. દરમિયાન પરભણી પાસે તેમના કાફલાની કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. મળતી માહિતી મુજબ, પરભણીમાં સરપંચ સંતોષ દેશમુખના પરિવારજનોને મળ્યા બાદ પરત ફરી રહ્યા હતા ત્યારે શરદ પવારની કાર આગળ જતાં એમ્બ્યુલન્સે અચાનક બ્રેક લગાવી હતી, જેના કારણે પાછળથી આવતી કાર એકબીજા સાથે અથડાઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
આ પણ વાંચો : પાંચ દિવસમાં આટલું સસ્તું થયું સોનુ, હવે આ છે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ
નવા વર્ષમાં 5000 રૂપિયાની નોટ જારી થશે! જાણો RBIએ શું કહ્યું?
લગ્નના થોડા મહિનામાં જ છૂટાછેડા, 500 કરોડના ભરણપોષણની માંગ, SCએ કહ્યું- પતિની ચામડી પણ ઉખેડી નાખો
મફત અનાજ વિતરણ માટે રેશનકાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, આ તારીખથી થશે લાગુ
Home Loan/ પ્રોપર્ટીના દસ્તાવેજો ગીરો રાખ્યા વગર મળશે હોમ લોન, જાણો સરકાર કઈ સ્કીમ લાવી રહી છે
BCCI આ દિવસે જય શાહના ઉત્તરાધિકારી નક્કી કરશે; સેક્રેટરી અને ટ્રેઝરર પદ માટે થશે ચૂંટણી
કેન્દ્રમાં રાહુલ, અને યુપીમાં અજય… સરકારને ઘેરતા કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ કેવી રીતે ઘેરાઈ ગયા?
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં