ગુજરાત

પાટણ-સિદ્ધપુર હાઇવે પરના રશિયન નગર નજીક મધરાતે કાર ભડકે બળી; આગ લાગવાનું કારણ અકબંધ

Text To Speech

પાટણઃ શહેરના રશિયન નગર નજીક ગઈ કાલે રાત્રે એક કાર ભડકે બળી હતી. રાત્રિના સમયે પેટ્રોલ કારમાં એકાએક આગ લાગતા અફરાતફરી મચી હતી. ગાડીચાલક સમયસર કારમાંથી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી.

કારના બોનેટમાં આગ લાગી હતી

અચાનક રાતે કારમાં આગ લાગી
પાટણ સિદ્ધપુર હાઇવે પર રશિયન નગર પાસે શુક્રવારે રાત્રે એક કારમાં અચાનક આગ લાગી હતી. કારચાલકની સમયસૂચકતાથી જાનહાનિ ટળી હતી. કારની આગળના બોનેટમાં લાગેલી આગ ગણતરીની મિનિટમાં આખી કારમાં ફેલાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ ફાયરવિભાગને કરવામાં આવી હતી.

આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી

ફાયર વિભાગ પહોંચે તે પહેલાં કાર ભડથું થઈ
ફાયર વિભાગને આ ઘટનાની જાણ થતા જ ટીમ ઘટનાસ્થળે પહોચવા રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. મહત્ત્વનું છે કે, કારમાં કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી.

Back to top button