અમદાવાદમાંથી અમેરિકન નાગરિકોને ઠગતું કોલ સેન્ટર ઝડપાયું
- પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી
- અમેરિકન નાગરિકોને ગિફ્ટ કાર્ડની ખરીદી કરાવતા
- લોકો પાસેથી પ્રોસેસિંગ ચાર્જ પેટે રૂપિયા પડાવતા
અમદાવાદમાંથી અમેરિકન નાગરિકોને ઠગતું કોલ સેન્ટર ઝડપાયું છે. જેમાં બાપુનગરમાં આ ઠગતું કોલ સેન્ટર ચાલતુ હતુ. તેમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. જેમાં લોન લેવા માગતા લોકો પાસેથી પ્રોસેસિંગ ચાર્જ પેટે રૂપિયા પડાવતા હતા. તેમજ પોલીસે બંને આરોપીને ઝડપીને વધુ પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો: ગાંધીનગર: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઈન્ડિયા મેડટેક એક્સ્પોની મુલાકાત લીધી
અમેરિકન નાગરિકોને ઠગતું કોલ સેન્ટર ઝડપાયું
પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે આરોપીઓ લોન લેવા માગતા અમેરિકન નાગરિકોને ગિફ્ટ કાર્ડની ખરીદી કરાવી વોટ્સએપ પર કાર્ડનું પ્રોસેસિંગ કરાવી નાણાં રોકડમાં રૂપાંતરી કરીને ઠગાઈ આચરતા હતા. હાલમાં પોલીસે બંને આરોપીને ઝડપીને વધુ પૂછપરછ શરૂ કરી છે. બાપુનગરમાં સાઇબર ક્રાઇમની ટીમને માહિતી મળી હતી કે, કાકડિયા હોસ્પિટલ પાસે આવેલી યોગેશ્વર પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં બે સગા ભાઈઓ બેસીને અમેરિકન નાગરિકોને છેતરતું કોલ સેન્ટર ચલાવી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને રોહિત ચંદેલ અને હિતેશ ચંદેલને ઝડપી પાડયા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં લાઇસન્સ વગર હથિયાર વેચવાના કૌભાંડમાં પોલીસે ત્રણ આરોપી ઝડપ્યા
કંપનીનો લોન એપ્રૂવલ લેટર અને લીડ આપનારની ચેટ પણ મળી
બન્ને ભાઈઓ અમેરિકન નાગરિકોને સ્કાઇપ એપથી ફોન કરી અમેરિકાનો નંબર ડિસ્પ્લે કરી એક કંપનીના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી લોન આપવાની જણાવી વિશ્વાસમાં કેળવતા હતા. બાદમાં લોન લેવા માંગતા અમેરિકન નાગરીકોને એપ્પલ ગિફ્ટ કાર્ડ કે વોલમાર્ટ જેવા વિવિધ ગિફ્ટ કાર્ડની ખરીદી કરાવી વોટ્સએપ પર કાર્ડનું પ્રોસેસિંગ કરાવી નાણાં રોકડમાં રૂપાંતરી કરીને ઠગાઈ આચરતા હતા. જેમાં હિતેશ કોલ કરી લોનની પ્રોસેસ જણાવતો હતો અને લોન લેવા તૈયાર થયેલાને ગિફ્ટ કાર્ડની ખરીદી કરાવી આગની પ્રોસેસનું કામ રોહિતને આપતો હતો. આ સાથે જ પોલીસની તપાસમાં અમેરિકન નાગરિકોને ફોન કરવાનો ડેટા અમીત ગોવા નામનો શખ્સ આપતો હોવાનું સામે આવ્યું છે. સાથે આરોપીઓના ફોનમાંથી કંપનીનો લોન એપ્રૂવલ લેટર અને લીડ આપનારની ચેટ પણ મળી આવી હતી.