ગુજરાતટોપ ન્યૂઝ

CM ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠક, જાણો કયા મુદ્દા પર લેવાશે મોટા નિર્ણય

Text To Speech

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠક સવારે 10 વાગ્યે યોજાશે. નવી શિક્ષણ નીતિના અમલીકરણ અંગે કેબિનેટમાં ચર્ચા થશે. તથા ધોરણ- 1ના પ્રવેશની વયમર્યાદા અંગે કેબિનેટમાં નિર્ણય લેવાઈ શકે છે. તથા વિધાનસભાના આગામી બજેટ સત્રને કેબિનેટમાં બહાલી અપાઇ શકે છે. તેમજ બજેટ સત્રમાં લાવનારા નવા સરકારી વિધેયક અને સુધારા વિધેયક અંગે ચર્ચા થશે. તથા રાજ્યમાં થયેલા રવી પાકના વાવેતર અંગે પણ કેબિનેટમાં ચર્ચા થવાની છે.

રાજ્ય સરકારની નીતિવિષયક બાબતો અંગે પણ થશે ચર્ચા

નવી શિક્ષણનીતીના મુદ્દે ચર્ચા થઈ શકે છે. ગુજરાતમાં ધોરણ 1માં વય મર્યાદાને લઈને પણ ચર્ચા થઈ શકે છે. ધોરણ 1ના પ્રવેશમાં વય મર્યાદા 6 વર્ષ રાખવાનો મુદ્દો કેન્દ્ર સ્થાને છે. ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં નવી ભરતી અંગે પણ આ બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે. આ ઉપરાંત જી-20ના આયોજન અંગે પણ વાતચીત થઈ શકે છે.

ધોરણ-1માં પ્રવેશ અંગે થઈ શકે છે નિર્ણય 

ગુજરાતમાં રાજ્યમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વિવિધ મુદ્દે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં રાજ્યમાં નવી શિક્ષણ નીતિના મુદ્દે ચર્ચા થશે. આ બેઠકમાં ખાસ ગુજરાત રાજ્યમાં ધોરણ 1માં પ્રવેશ માટેની મર્યાદા અંગે પણ ચર્ચા થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો કેન્દ્રસ્થાને હતો આજે આ બેઠકમાં નિર્ણય આવી શકે છે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે રાજ્યમાં ધોરણ 1માં પ્રવેશ માટે 1 જૂન 2023ના રોજ ઓછામાં ઓછી 6 વર્ષની જેની ઉંમર હોય તેવા જ વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવશે. 6 વર્ષની વયનો આ નિયમ જાળવી રાખવો કે બદલવો તે અંગે આજે નિર્ણય કરવામાં આવી શકે છે.

Back to top button