ગુજરાત

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નેતૃત્વમાં મળશે કેબિનેટ બેઠક, આ મુદ્દા પર થશે ચર્ચા

Text To Speech

રાજ્યમાં નવી સરકાર હાલમાં સંપૂર્ણ રીતે એક્શનમાં મોડ પર કામ કરી રહી છે. જે દિશામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની કેબિનેટ બેઠક મળશે. આજની બેઠકમાં બજેટ સત્રની તૈયારીઓ અંગે વિવિધ માહિતીઓ પર સમીક્ષા કરવામાં આવી શકે છે. તેમજ શીયાળા પાક અંગે કોરોનાની સ્થિતિ તથા રસીકરણ સંદર્ભે કેબિનેટ પ્રધાનો સાથે ચર્ચા થશે. સાથે જ G 20 બેઠકને તે અંગની તૈયારીઓ માટેની સમીક્ષા પણ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : DGP આશીષ ભાટીયાનો કાર્યકાળ પૂર્ણ થવા ઉપર, જાણો કોણ બની શકે છે નવા રાજ્ય પોલીસવડા

બજેટ-2023 અંગે વિશેષ ચર્ચા

અગાઉની કેબિનેટ બેઠકમાં વિવિધ વિભાગોમાં કેટલી ગ્રાન્ટ વપરાઈ તથા કેટલી બાકી તેનો રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. તેથી આજે એવી તમામ શકયતા છે કે આ બેઠકમાં તેનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે. જેની સાથે જ બજેટની તૈયારીઓ અંગે તમામ વિશેષ તૈયારીઓ અને ચર્ચા કરવામાં આવશે.

વ્યાજખોરી

વ્યાજખોરોના મુદ્દા પર વિચારણા

આ ઉપરાંત હાલ રાજ્યમાં વ્યાજખોરો સામે ગૃહ વિભાગની મુહીમ સંદર્ભે સમીક્ષા થશે અને રાજ્ય સરકારના આગામી આયોજનો તેમજ નીતિ વિષયક બાબતો પર વિચાર-વિમર્શ કરાશે. તેમજ છેલ્લા અઠવાડિયાથી વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે અને પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના પર પણ વધુ વિચારણા કરવામાં આવશે.

આ પણ વાંચો : પ્રજાની વધુ નજીક મુખ્યમંત્રી કાર્યાલય, હવે વોટ્સએપ મેસેજથી કરી શકશો સંપર્ક !

આઉટ સોર્સિંગ મુદ્દે શું થશે? 

બીજી તરફ છેલ્લા થોડાં દિવસોથી ગાંધીનગરમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર ગુજરાત સરકાર કરાર આધારિત અને આઉટ સોર્સિંગ પ્રથા નાબૂદ કરી શકે છે. સરકારના આગામી બજેટમાં આ અંગેની જોગવાઈ કરી શકે છે. જેના અંગે પણ ડ્રાફ્ટ કેબિનેટ બેઠકમાં રજુ કરવામાં આવી શકે છે. જેના પર બજેટમાં મંજૂરી મળી શકે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

Back to top button