કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

મોરબીમાં કારમાં આગ ભભૂકી ઉઠતા બિઝનેસમેનનું થયું મૃત્યુ, કારમાંથી મળ્યા 5 લાખ રોકડા, પિસ્તોલ અને ..

Text To Speech

મોરબી, 2 ઓકટોબર, કારમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે મોરબીના લીલાપર નજીક અચાનક કોઇ કારણસર કાર અચાનક ભડભડ સળગી ઉઠી હતી. આ દરમિયાન કારમાં સવાર યુવા ઉદ્યોગપતિ બહાર નીકળી ન શકતા આગમાં ભૂંજાઈ ગયા હતા. કાર સળગી ઉઠી ત્યારે તેના દરવાજા લોક થઇ ગયા હતા, જેથી ગુંગળામળ અને આગના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અજય ગોપાણી સિરામિક ક્ષેત્રના જાણીતા ઉદ્યોગપતિ છે. મોરબીના લીલાપર રોડ ઉપર લીલાપર ગામ પાસે જ બપોરના સમયે કિયા સેલટોસ કાર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન કાર અચાનક ભડભડ સળગી ઉઠતા કારમાં સવાર કાર ચાલક અજય ગોપાણી સળગી જતા મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. કાર આગ લાગી હોવાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં લોકો દોડી આવ્યા હતા. આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ તથા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

શું મળ્યું ગાડીમાંથી ?
ગાડીમાંથી એક થેલો મળ્યો છે જેમાંથી પાંચ લાખ રૂપિયા રોકડા, એક પિસ્તોલ, આઠ મોબાઈલ અને એક ઘડિયાળ મળી આવી છે. જે તમામ મુદ્દામાલ મૃતક યુવાનના કૌટુંબિક ભાઈને સ્થળ ઉપર જ પોલીસની હાજરીમાં આપવામાં આવ્યા હતા. કારમાં આગ કયા કારણોસર લાગી હતી તે અંગે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક અધિકારીઓ મારફતે જાણવા મળી રહ્યું હતુ કે, જ્યારે કારમાં આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડની ટીમે અજયભાઇનો મૃતદેહ બહાર કાઢવા કારના કાચ તોડ્યા હતા. તક વેપારી હોવાનું જાણવા મળી રહ્યું છે.કારમાં આગ બુઝાવી તે સમયે પણ કારનું હોર્ન સતત વાગતું રહ્યું હતું.

આ પણ વાંચો….અમદાવાદ: ચાંદખેડામાં આવેલા કાપડના ગોડાઉનના ભોંયરામાં લાગી ભીષણ આગ, ફાયરની 9 ગાડી દોડી

Back to top button