મોરબીમાં વેપારીએ પત્ની તથા પુત્ર સાથે સામૂહિક આપઘાત કર્યો


- વસંતપ્લોટમા આવેલ રોયલ પેલેસ નામના ફ્લેટમાં પરિવાર રહેતો
- જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા
- પોલીસને બનાવ સ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે
મોરબીમાં વેપારીએ પત્ની તથા પુત્ર સાથે સામૂહિક આપઘાત કર્યો છે. જેમાં શહેરના હાર્ડવેરના વેપારીએ પત્ની અને પુત્ર સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સ્યૂસાઇડ નોટમાં પરિવારના પગલાં માટે કોઈ જવાબદાર ન હોવાનું જણાવ્યું છે. તેમજ પોલીસને બનાવ સ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ: ચંડોળા તળાવમાં વરસાદી પાણીમાં નાહવા પડેલા 3 બાળકોનાં ડૂબી જવાથી મૃત્યુ
જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા
બનાવને પગલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. મોરબી શહેરમા રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે આવેલ વસંત પ્લોટમાં રહેતા હાર્ડવેરના વેપારીએ પત્ની અને પુત્ર સાથે મળી ઘરના બેડરૂમ, હોલ અને કિચનમાં અલગ અલગ જગ્યાએ સામૂહિક રીતે ગળેફંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અરેરાટી પ્રસરી ગઈ છે. બનાવને પગલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. પોલીસને બનાવ સ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમા કોઈ જવાબદાર ન હોવાનુ જણાવ્યુ છે.
વસંતપ્લોટમા આવેલ રોયલ પેલેસ નામના ફ્લેટમાં પરિવાર રહેતો
મોરબીના રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે વસંતપ્લોટમા આવેલ રોયલ પેલેસ નામના ફ્લેટમાં ચોથા માળે રહેતા હરેશભાઇ દેવચંદભાઈ કાનાબાર, ઉ.57, તેમના પત્ની વર્ષાબેન હરેશભાઇ કાનાબાર ઉ.55 અને પુત્ર હર્ષ હરેશભાઇ કાનાબાર ઉ.19એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ફ્લેટમાં ગળેફાંસો ખાઈ સામૂહિક આત્મહત્યા કરી લીધી હોવાનું મૃતકના ભાઈ પંકજભાઈ કાનાબારે પોલીસને જાણ કરતા ગંભીર બનાવ મામલે મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી, એ ડિવિજન પીઆઇ હકૂમતસિંહ જાડેજા સહિતનો કાફ્લો વસંતપ્લોટ ખાતે બનાવ સ્થળે દોડી ગયો હતો.