ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

બસ સ્ટેન્ડની બેંચ પર બેઠેલા છોકરાની છાતી પર ચડી ગઈ બસ! પછી શું…? જૂઓ આ વીડિયો

Text To Speech
  • છોકરો બસ સ્ટેન્ડની બેંચ પર બેસીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો જોવા મળે છે

કેરળ, 5 ડિસેમ્બર: ઈન્ટરનેટ પર હાલના દિવસોમાં એક હ્રદયસ્પર્શી વીડિયો બહાર આવ્યો છે, જેને જોઈને કોઈપણ વ્યક્તિ દંગ રહી જશે. આ આશ્ચર્યજનક વીડિયોમાં એક છોકરો બસ સ્ટેન્ડની બેંચ પર બેસીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો જોવા મળે છે, પછી કંઈક એવું બને છે જેના કારણે હોબાળો મચી જાય છે. વીડિયોમાં આખી બસ બેંચ પર બેઠેલા વ્યક્તિ પર ચડતી જોવા મળે છે.

જૂઓ આ હ્રદયસ્પર્શી વીડિયો


વાયરલ થઈ રહેલો આ વીડિયો કેરળનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહેવાલ અનુસાર, કુમીલી ગામનો રહેવાસી વિષ્ણુ નામનો વ્યક્તિ 2 ડિસેમ્બરે સાંજે ઇડુક્કીના કટ્ટપ્પના બસ સ્ટેન્ડ પર ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો, ત્યારે અચાનક એક બસ તેની તરફ આગળ વધી અને તેની છાતી પર ચડી જાય છે. આ દરમિયાન ડ્રાઈવર બ્રેક લગાવવાને બદલે બસના આગળના ભાગ એટલે કે બમ્પરને સીધો તેની છાતી પર ચડાવી દે છે. આ બધું જોઈને ત્યાં હાજર લોકો ચીસો પાડવા લાગે છે. દરેક લોકો આ છોકરાને બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બસ કોઈ રીતે રોકી દેવામાં આવે છે. આ વીડિયો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે, આ વ્યક્તિનું સદ્ભાગ્ય છે કે તે અકસ્માતથી બચી ગયો, એટલે કે તેને કોઈ ગંભીર ઈજા થઈ નહીં.

માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર @gharkekalesh નામના એકાઉન્ટ દ્વારા આ દંગ કરનારો વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, કેરળના કટ્ટપ્પના બસ સ્ટેન્ડ પર બસ તેના ઉપરથી પસાર થઈ ગયા પછી પણ છોકરાને કંઈ થયું નહીં. માત્ર 25 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખ 16 હજારથી વધુ લોકોએ જોયો છે, જ્યારે વીડિયોને 4 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોનારા કેટલાક લોકોએ લખ્યું કે, “મૃત્યુને સ્પર્શીને ઝડપથી પાછો આવી ગયો.” એક યુઝરે લખ્યું કે, “ફોનના કારણે માણસ ભાન ભૂલી જાય છે.” અન્ય એક યુઝરે લખ્યું કે, “ભાઈનો સમય હજુ આવ્યો નથી.” ત્રીજા યુઝરે લખ્યું કે, “આ કોઈ ચમત્કારથી ઓછું નથી.

આ પણ જૂઓ: વ્યક્તિ બાઇક પર મહિલા સાથે રસ્તા પર બેઠેલા સિંહની સામેથી નીકળી ગયો! જૂઓ વાયરલ વીડિયો

Back to top button