ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઉત્તરાખંડના નૈનીતાલમાં મુસાફરોને લઈ જતી બસ નાળામાં ખાબકી, જુઓ વિડીયો

  • ઉત્તરાખંડના નૈનિતાલમાં મુસાફરો ભરેલી બસ નાળામાં ખાબકી
  • બસ પલટી મારતા મુસાફરો બારીમાંથી જીવ બચાવવા બહાર નીકળ્યા

છેલ્લા બે દિવસમાં ભારતના મોટા ભાગોમાં નોંધપાત્ર વરસાદ થયો છે.જેની વચ્ચે ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડ, ઉત્તર ઉત્તર પ્રદેશ, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સહિત હિમાલયની તળેટીમાં આગામી ચારથી પાંચ દિવસમાં અલગ-અલગ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના દર્શાવતી આગાહી જારી કરી છે. જેની વચ્ચે ઉત્તરાખંડના નૈનિતાલમાં એક દૂર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં મુસાફરો ભરેલી બસ નાળામાં પલટી મારી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

મુસાફરો ભરેલી બસ પલટી

અહેવાલ થકી મળતી માહિતી અનુસાર, ઉત્તરાખંડના નૈનિતાલમાં ભારે વરસાદ વચ્ચે મુસાફરો ભરેલી બસ ઓવરફ્લો ગટર પર પલટી ગઈ હતી. મુસાફરોને લઈ જતી બસ એક ઓવરફ્લો ગટર પર પલટી ગઈ હતી. બસ જે સમયે પલટી મારી તે સમયે મોટી સંખ્યામાં લોકો બસમાં હાજર હતા.જેથી મુસાફરો બારીના સહારે બસની બહાર નીકળી રહ્યા હતા.જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે.જેમાં જોઈ શકાય છે કે, બસ પસાર થઈ રહી છે. પણ અચાનક તે પલટી મારી જાય છે. જેથી બસોમાંથી મુસાફરો બારીના સહારે બહાર આવી રહ્યા હતા. આ ઘટના સમયે અનેક લોકો થોડેક દૂર ઉભા હતા. જે લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી.

આગામી ચારથી પાંચ દિવસમાં ઉત્તરાખંડમાં વરસાદની આગાહી

છેલ્લા બે દિવસમાં ભારતમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ચારથી પાંચ દિવસમાં ઉત્તરાખંડ, ઉત્તર ઉત્તર પ્રદેશ, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સહિત હિમાલયની તળેટીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદ વધુ તીવ્ર થવાની ધારણા છે.આગામી દિવસોમાં દ્વીપકલ્પના ભારતમાં હળવો વરસાદ થવાની ધારણા છે. દરમિયાન, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં નીચા દબાણવાળા પ્રદેશને કારણે શનિવારે પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની ધારણા છે.”05 થી 09 ઓગસ્ટ દરમિયાન ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ ભારે વરસાદ સાથે હળવા/મધ્યમ છૂટાછવાયાથી એકદમ વ્યાપક વરસાદની સંભાવના છે; હિમાચલ પ્રદેશ, હરિયાણા-ચંદીગઢ 05 અને 06 ઓગસ્ટ; પંજાબ, પૂર્વ રાજસ્થાન અને જમ્મુમાં 05 મી ઓગસ્ટ, 2023 ના રોજ IMDએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ઉત્તરાખંડમાં નમામી ગંગે પ્રોજેક્ટના સ્થળે બ્લાસ્ટ, વિજ કરંટ લાગતા પોલીસ કર્મીઓ સહિત 15ના મોત

Back to top button