ટ્રેન્ડિંગવર્લ્ડ

સેન્ટ પીટર્સબર્ગમાં બસ પુલની રેલિંગ તોડી નદીમાં ખાબકી, Video જોઈ તમે પણ ચોંકી જશો

Text To Speech

રશિયા, 11 મે: રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. બસ પુલ પરથી મોયકા નદીમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો Video પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બેકાબૂ બસે અન્ય વાહનોને ટક્કર મારી હતી અને પુલ નીચે નદીમાં પડી હતી. અકસ્માત થયો ત્યારે બસમાં 20 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા. રશિયન ગૃહ મંત્રાલયના પ્રાદેશિક વિભાગના જણાવ્યા અનુસાર, આ ઘટના ઇટાલિયન સમય અનુસાર લગભગ 12:00 વાગ્યે બની હતી. મળતી માહિતી મુજબ, ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો.

અકસ્માતનો Video વાયરલ થયો હતો

પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી

રશિયન ગૃહ મંત્રાલયના પ્રાદેશિક વિભાગ અનુસાર, પોલીસને માહિતી મળી હતી કે બોલ્શાયા મોરસ્કાયા સ્ટ્રીટ નજીક મોયકા નદી પરના પુલ પરથી એક પેસેન્જર બસ પડી ગઈ છે. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બસ ડ્રાઈવરની ધરપકડ

આ દુ:ખદ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને છ અન્ય ઘાયલ થયા છે. બચાવ કાર્ય અને તપાસ હજુ ચાલુ છે. હાલ પોલીસે બસના ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. મંત્રાલયે કહ્યું કે ડ્રાઈવર વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો :IPL 2024: દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો, કેપ્ટન ઋષભ પંતને એક મેચ માટે કરાયો સસ્પેન્ડ

 

Back to top button