ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

ખેરાલુ-વડનગર અને વિસનગરમાં ડબ્બા ટ્રેડિંગનો ફાટ્યો રાફડો; પોલીસની ભૂમિકા શંકાસ્પદ

એકદમ ઝડપી રીતે પૈસા કમાવવા માટે ખેરાલુ-વડનગર અને વિસનગરના પટ્ટાના યુવકો ખોટા રસ્તે ચડ્યા છે. આ વિસ્તારના ગામડાઓના યુવકો ડબ્બા ટ્રેડિંગને પોતાનો વ્યવસાય બનાવી રહ્યાં છે. તો ક્યાંકને ક્યાંક આ ત્રણેય તાલુકાઓની પોલીસની ભૂમિકા શંકાના દાયરા હેઠળ આવી રહી છે.

ખેરાલુ-વડનગર અને વિસનગરના પટ્ટાના યુવકો ડબ્બા ટ્રેડિંગના રવાડે ચડ્યા

મોટા પ્રમાણમાં ડબ્બા ટ્રેડિંગ કરીને રાજ્યના લોકોને લૂંટતા યુવકોને કોણ પીઠ બળ પુરૂ પાડી રહ્યું છે તે સૌથી મોટો પ્રશ્ન છે. શું પોલીસ એટલી બધી નિષ્ક્રિય છે કે તેમના વિસ્તારના યુવકો પ્રતિદિવસ ડબ્બા ટ્રેડિંગ કરીને રાજ્ય અને દેશના લોકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી રહ્યાં છે અને તેઓ આ ગુનાહિત પ્રવૃતિથી અજાણ છે? કે પછી તેઓ પોતે જ તેમને છાવરી રહ્યાં છે.

 ડબ્બા ટ્રેડિંગનુ મોટું નેટવર્ક ઉભું  થયું 

સ્વભાવિક છે કે, બે બાબતો થઈ શકે એક પોલીસની નિષ્ક્રિયતાએ યુવાઓને બે નંબરનો ધંધો કરવાની હિંમત આપી હોય અથવા તેમના સાથે હાથ મિલાવી લીધો હોય. ચોંકાવનારી બાબત તો તે છે કે મહેસાણાના એસપી અચલ ત્યાગી એકદમ ક્લિન ઇમેઝ ધરાવે છે. તેમને મહેસાણામાં વહીવટદારી પ્રથાનો પણ અંત લાવી દીધો છે. તેવામાં તેમના વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગનુ આટલું મોટું નેટવર્ક ઉભું થઇ ગયું છે તે પણ એક આશ્ચર્યમાં નાંખે તેવી બાબત છે.

ડબ્બા ટ્રેડિંગના કાળા કારોબારમાં પોલીસની ભૂમિકાશંકાસ્પદ

શું અચલ ત્યાગી તેમના વિસ્તારમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગથી અજાણ હશે? ઇમાનદાર વ્યક્તિ હોવાના કારણે કદાચ પોલીસ બેડામાં બેસેલા અન્ય પીઆઈ કે પીએસઆઇ પોતાના રોટલા શેકવા માટે મહેસાણા એસપી ઓફિસ સુધી ડબ્બા ટ્રેડિંગની વાત જવા ન પણ દેતા હોઇ શકે છે.

ડબ્બા ટ્રેડિંગ -humdekhengenews

યુવાઓ પોત-પોતાની ટીમ બનાવીને આ કામને આપે છે અંજામ 

ખેરાલુ-વિસનગર અને વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ એટલે કે શેર માર્કેટના નામે લોકોને છેતરપીંડી કરવાનું કામ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. યુવાઓ પોત-પોતાની ટીમ બનાવીને આ કામને અંજામ આપીને કરોડો રૂપિયા કમાઈ રહ્યાં છે. આ કાળા કામ કરીને વડનગરના છાબલિયા ગામના એક લબરમૂછિયા ઠાકોર યુવકે તો 20 લાખથી વધારે કિંમતની નવી નક્કોર ગાડી પણ છોડાવી લીધી છે.

 આ પણ વાંચો : ખેડા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાંણે કોંગ્રેસને મળ્યો દગો, શહેર કોંગેસના પ્રમુખ સહિત 150 કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો

તાજેતરમાં પોલીસે  ચાર યુવકોને ઝડપી પાડ્યા હતા

વડનગર પોલીસે તાજેતરમાં જ ચાર ઠાકોર યુવકોને ઝડપી પાડ્યા હતા. જોકે, થોડી વારમાં છોડી પણ મુકવામાં આવ્યા હતા. એક અચરજ પમાડતી વાત તે છે કે, આ ધંધામાં ઠાકોર સમાજના લોકો વધારે પ્રમાણમાં સંડોવાયેલા હોવાની માહિતી સામે આવી રહી છે. તો બીજા નંબરે મુસ્લિમ સમાજના યુવકો આમાં ઝપલાવી રહ્યાં છે.

મોબાઈલ ફોન કરીને સ્ક્રીપ્ટ થકી લોકો સાથે છેતરપિંડી

આ તમામ યુવકો ઓછા-વત્તા અંશે ભણેલા પણ હોય છે પરંતુ બેરોજગાર હોવાના કારણે ઊંધો રસ્તો અપનાવી લે છે. તો કેટલાક યુવકોનું ભણતર ખુબ જ ઓછું છે, તે છતાં પણ તેઓ લોકોને છેતરવા માટે એક સ્ક્રિપ્ટ તૈયાર કરે છે અને મોબાઈલ ફોન કરીને સ્ક્રીપ્ટ થકી લોકો સાથે છેતરપિંડી કરે છે.

શહેજાદ-સાજિદે-ફેમિયરે ડબ્બા ટ્રેડિંગ થકી નાની ઉંમરમાં લાખો રૂપિયાની પ્રોપર્ટી વસાવી

ખેરાલુ-નાનીવાડા ગામમાં પણ ડબ્બા ટ્રેડિંગનું દૂષણ ઘુસી ગયું છે. શહેજાદ-સાજિદે-ફેમિયરે ડબ્બા ટ્રેડિંગ થકી નાની ઉંમરમાં ઘર-ગાડી અને લાખો રૂપિયાની પ્રોપર્ટી વસાવી લીધી છે. તે છતાં કે તેઓ પોતે કોઈ નોકરી કરતાં નથી કે તેમના પરિવારમાંથી અન્ય કોઈ કમાનાર છે.

ડબ્બા ટ્રેડિંગ -humdekhengenews

અપરાધીઓ સમાજને બતાવવા માટે અન્ય ધંધો કરતા હોય છે

આ ધંધામાં રહેલા કેટલાક અપરાધીઓ સમાજને બતાવવા માટે અન્ય ધંધો કરતાં હોય છે. તે ધંધા થકી તેઓ પોતાની ગુનાહિત પ્રવૃતિને છૂપાવી રાખે છે અને પડદા પાછળ ડબ્બા ટ્રેડિંગ ચલાવતા રહે છે. જેમ કે ખેરાલુમાં કેટલાક અપરાધીઓ પોતાની ઓળખ છૂપાવવા માટે કેક-કેફેની દુકાન ચલાવે છે તો કેટલાક લોકો ગાડી લે-વેચનો ધંધો કરવાનું દર્શાવે છે.

ગામડાઓમાં ડબ્બા ટ્રેડિંગનું  દૂષણ ચરમસીમા પર

આ પટ્ટાના મોટાભાગના ગામોમાં આ દૂષણ ઘૂસી ગયું છે અને પ્રતિદિવસ કેન્સરની જેમ આ આગળ વધી રહ્યું છે. જે સમાજ માટે આગામી દિવસોમાં ખતરનાક સાબિત થઈ શકે છે. સુવરિયા, ખેરાલુ, નાડૂ, હસનપુરા, જંત્રાલ, મલેકપુરા, કંકૂપુરા, નાનીવાડા, શેખપુરા સહિતના અનેક ગામડાઓમાં ડબ્બા ટ્રેડિંગ પોતાની ચરમસીમા પર છે. તો વિસનગર-વડનગર અને ખેરાલુ પ્રોપરમાં પણ ડબ્બા ટ્રેડિંગનું કામ-કાજ કરવામાં આવી રહ્યું છે.

આગામી સમયમાં 100થી વધારે નામોનો ખુલાસા થશે 

આગામી સમયમાં 100થી વધારે નામોનો ખુલાસા સાથેનો એક લેટર મહેસાણા એસપીને મોકલી આપવામાં આવશે, જેમાં ગામ સહિત અપરાધીઓના નામ અને મોબાઈલ નંબર દર્શાવવામાં આવશે, જેથી મહેસાણાના યુવાઓના બગડતા ભવિષ્યને બચાવી શકાય. તો સાઈબર ક્રાઈમ અને ડબ્બા ટ્રેડિંગના અપરાધથી રાજ્યના લોકોને છૂટકારો આપી શકાય.

 આ પણ વાંચો : અમદાવાદમાં લવ જેહાદ: ઈલિયાસે ‘યસ’બનીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ

Back to top button