ગુજરાત

રાજકોટના પેડક રોડ પર મેગા ડિમોલીશનમાં 64 દુકાનોના છાપરા પર બુલડોઝર ફેરવાયું

Text To Speech

રાજકોટ શહેરમાં આવેલા કુવાડવા રોડથી સંત કબીર રોડ સુધીના આડા પેડક રોડ પર ટીપી શાખાની ટીમ આજે ત્રાટકી હતી. જેમાં ૬૪ દુકાનોના છાપરા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ઉપરાંત 2300 ફુટ પાર્કિંગની જગ્યા પર દબાણ હટાવી ખુલ્લી કરવામાં આવી હતી. મહત્વનું છે કે ધમધમતા રોડ પર કોર્પોરેશનની કામગીરીના કારણે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

ટ્રાફિકથી અને બજારથી ધમધમતા આડા પેડક રોડ પર 64 દુકાનો બહાર પાર્કિંગ અને માર્જીનની જગ્યામાં કુલ ૨૩૦૦ ચો. ફુટમાં છાપરા ખડકી દેવાયા હતા. જેનાથી વાહનો ત્યાં પાર્ક થઇ શકતા હતા અને તેના કારણે રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. ખાણીપીણી, ઇલેકટ્રીકલ, ગેરેજ, સ્ટેશનરી, ડેરી ફાર્મ વગેરે જગ્યા બહાર 2300 ચો. ફુટ જગ્યા દબાવી દેવામાં આવી હતી. જે આજે બુલડોઝરની મદદથી ખુલ્લી કરાવાઇ હતી. મ્યુનિ. કમિશ્નર અમીત અરોરાની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે વોર્ડ નં.5 માં સમાવિષ્ટ આડો પેડક રોડ તરીકે ઓળખાતા રસ્તા પર ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં ડે.કમિશનર આશીષ કુમાર સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા. જે દુકાનો બહાર પાર્કિંગની જગ્યામાં બુલડોઝર ફેરવવામાં આવ્યા છે તેમાં મોમાઈ લચ્છી, ખોડીયારપાન સેન્ટર, અન્નપૂર્ણાપરોઠા હાઉસ, પરમારવેલ્ડીંગફેબ્રિકેશન, દર્શનડ્રીંકીંગ વોટર, ડિલક્સપાન, મકવાણાગેસ વેલ્ડીંગ, વનહેર સ્ટાઈલ, ગાયત્રીડિલક્સ, કનૈયારેડીયમ આર્ટ, ચાંદનીપાનકોલ્ડ્રીંકસ, શિવ ઈલેકટ્રીકલ, બહુચરમોટર ગેરેજ, કે.જી.એન.સ્ક્રેપ, અંબેઓટો ગેરેજ, શ્રીહિંગળાજ વેલ્ડીંગ, દુર્ગા રેસ્ટોરન્ટ, પાન સેન્ટર, અન્નપુર્ણાગૃહ ઉદ્યોગ, વિશ્વકર્માબોડી રીપેરીંગ, બજરંગફેબ્રિકેશન, ગુરુદેવસીટ કવર, શિવરેડીયમ આર્ટ, .વનહેર સ્ટાઈલ, કોનીકઆર..ઈલેકટ્રીકલ, ગુરુકૃપા સ્ટેશનર્સ, સદગુરુ એન્ટર પ્રાઈઝ, ગુરુકૃપા એન્ટર પ્રાઈઝ, ગણેશ કોલ્ડ્રીંકસ, ગણેશ ટેલીકોમ, ખોડીયાર પાન, હરી ઈલેકટ્રીકલ, સારથી ઓટો, શિવશક્તિ ડેરી ફાર્મ, ભગવતીફ્લોર મિલ, મોમાઈટી.સ્ટોલ, ડેવપાનકોલ્ડ્રીંકસ, બાલાજી પાનકોલ્ડ્રીંકસ, બ્રાહ્મણીડાઈજનીલેશભાઈ, ઈમેજ સ્ટેશનરી ઝેરોક્ષ, ઉમિયાજી ઈલેકટ્રીક, યંગસ્ટારહેર આર્ટ, ડિલક્સ પાન, રવિટેઈલર્સ, અમરનાથ હાર્ડવેર, ખોડીયારપાન, ગાયત્રીઓટો ગેરેજ, માનસસીટ કવર, સંગેશ્યામ ડિલક્સ પાનકોલ્ડ્રીંકસ, રવિરાજસ્ટીલ, કૃપાઈમિટેશન, માટેલપાનકોલ્ડ્રીંકસ, પિતૃસેલ્સ એજન્સી, સદગુરુ અગરબતી વર્કસ, પુનીતએન્ટરપ્રાઈઝ, મહાદેવઓટો ગેરેજ, રેડક્લીક સ્ટુડિયો, બાપાસીતારામ પતંજલી સ્ટોર, ખોડીયાર ઈલેકટ્રીકલસ, ગણેશહેર આર્ટ, દેવદરબાર પસ્તી ભંડાર, રીંકલપાનકોલ્ડ્રીંકસ, ધારેશ્વર કોલ્ડ્રીંકસ, લક્કીઓટો, ઉદય કાર્ગોનો સમાવેશ થાય છે.

કામગીરીમાં ઇસ્ટ ઝોનનાડેપ્યુટી કમિશ્નર, સીટી એન્જીનીયર, આસી. કમિશ્નર, ટાઉન પ્લાનીંગ, બાંધકામ, દબાણ હટાવ, રોશની, સોલીડ વેસ્ટ ટ્રાફિક શાખાનો કાફલો જોડાયો હતો. જયારે વિજીલન્સ વિભાગે સ્થળ પર બંદોબસ્ત રાખ્યો હતો. વિશાળ માર્ગ પર બુલડોઝરો ફરતા રહેતા ટોળા જમા થયા હતા. ઉપરાંત પેડક રોડ પર જાહેરમાં ગંદકી કરવા, ડસ્ટબીન રાખવા, ઝબલાના ઉપયોગ બદલ 12 વેપારી પાસેથી રૂા. 14750નો દંડ લેવામાં આવ્યો હતો.

પૂર્વ ઝોનમાં આજે ટીપી શાખાના બુલડોઝર પેડક રોડ અને સંતકબીર રોડ પર ફર્યા હતા. દુકાનો બહાર ખડકવામાં આવેલા છાપરા અને ઓટલા રીતે તોડવાનું ઓપરેશન કરાયું હતું જેમાં જોડાયેલા નાયબ કમિશનર આશિષકુમાર, ના.પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી સહિતનો કાફલો નજરે પડે છે.

Back to top button