ગુજરાતમધ્ય ગુજરાત

ડાકોરમાં રણછોડરાયના મંદિરે જવાના મુખ્ય માર્ગ પર મકાનની દિવાલ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી

રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા જ જૂનાગઢમાં મકાન ધરાશાયી થતા 4 લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે આજે ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં એક દુર્ઘટના ઘટી હોવાની વિગતો સામે આવી છે. ડાકોરમાં મંદિરને જોડતા મુખ્ય માર્ગ પર 100 વર્ષ જૂના મકાનની દિવાલ ધરાશાયી થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. દિવાલ ધરાશાયી થતા ત્રણ વાહનો કાટમાળ નીચે દટાયા હતા. જો કે આ ઘટનામાં સદનસિબે કોઈ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી.

ડાકોર મકાન ધરાશાયી -humdekhengenews

યાત્રાધામ ડાકોરમાં મકાન ધરાશાયી

પ્રાપ્ત વિગતો મુજબ,ગઈ કાલે રાત્રે ડાકોરમાં વાંટા રોડ પર એક મકાનની દિવાલ એકાએક ધરાશાયી થઈ છે. દિવાલ ધરાશાયી થતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જાણકારી મુજબ આ મકાન અંદાજિત 100 વર્ષ જૂનું છે. અને વરસાદને કારણે જર્જરીત થયેલા આ મકાનની દિવાલ ધરાશાયી થતા અહીં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે, સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. જો કે મંદિર તરફનો રસ્તો આ કાટમાળના કારણે બંધ રાખવામાં આવ્યો હતો.

 આ પણ વાંચો : breaking news: ભાજપે રાષ્ટ્રીય પદાધિકારીઓના નામ કર્યાં જાહેર, જાણો નવી ટીમમાં કોને કોને સામેલ કરાયા ?

ડાકોર મકાન ધરાશાયી -humdekhengenews

તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ

દિવાલ ધરાશાયી થતા ડાકોર નગરપાલિકા અને ડાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તંત્ર દ્વારા કોઈ દટાયું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. અને જેસીબીથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામા આવી રહી છે.પોલીસની પ્રાથમિક માહિતી તપાસમાં ધરાશાયી થયેલ આ મકાન હરિભાઈ કડિયાનુ હોવાનું સામે આવ્યું છે.

ડાકોર મકાન ધરાશાયી -humdekhengenews

ડાકોરમાં હજી પણ કેટલાક મકાનો જર્જરિત

ઉલ્લેખનીય છે કે યાત્રાધામ ડાકોર તે ખેડા જિલ્લાનું એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. અહીં રણછોડરાયનું ભવ્ય મંદિર આવેલું છે અહીં રોજ અનેક ભક્તો રણછોડરાયજીના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે રણછોડરાયના મંદિરે જવાના મુખ્ય માર્ગ પર જ આ ઘટના બનતા થોડી વાર માટે લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ડાકોરમાં હજુ પણ આવા અનેક જર્જરિત મકાનો છે જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે ત્યારે તંત્ર આ બાબતે આવા મકાન માલિકોને નોટીસ પાઠવી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

 આ  પણ વાંચો : અમદાવાદ : આજે તમે AMTS- BRTSમાં મુસાફરી કરવાના છો તો ખાસ વાંચો, આટલા રૂટ છે બંધ

Back to top button