સુરતમાં મોટા ગજાના બિલ્ડરે કર્યો આપઘાતનો પ્રયાસ, વીડિયો બનાવી કહ્યું, ” ગુનેગારોને છોડતા નહીં, દોઢ વર્ષથી…
સુરતના મોટાવરાછામાં બિલ્ડરે આપઘાતનો પ્રયત્ન કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બિલ્ડરે નાણાકીય ભીંસમાં ઝેરી દવા પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બિલ્ડરને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સુરતના બિલ્ડરનો અમદાવાદમાં આપઘાતનો પ્રયાસ
સુરતના મોટાવરાછાના મોટા ગજાના એક બિલ્ડરે ઝેર પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેને સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ બિલ્ડરનો આપઘાત કરવા જતા પહેલાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે આર્થિક લેવડદેવડની મુશ્કેલીને કારણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.
દલાલો અને બિલ્ડર્સના ત્રાસથી કંટાળ્યો હતો બિલ્ડર
જાણકારી મુજબ મોટાવરાછા વિસ્તારના મોટા ગજાના બિલ્ડર અશ્વિન છોડવડિયાએ અમદાવાદમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડરે આપઘાત કરતા પહેલાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને તેમણે તેમના નજીકના સંબંધીઓને મોકલ્યો હતોજેમાં તેઓ કહી રડતા-રડતા કહી રહ્યા છે કે , ” દોઢેક વર્ષથી તેની જિંદગી ખરાબ થઈ છે, મારી પર જે વીત્યું છે એની સુસાઈડ નોટ મેં બનાવી છે. આ ઉપરાંત કોલ રેકોર્ડ્સ પણ કરાયા છે. એની વિગત ઓફિસના એક કોમ્પ્યુટરમાં મૂકવામાં આવી છે. એ તું મેળવી લેજે” સાથે જ તેમણે આ વીડિયોમાં પોલીસ સ્ટેશન અને ગૃહમંત્રી સુધી પહોંચાડવા પણ કહ્યું હતું. આ મામલે હાલ અમદાવાદ સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અને પાલીસે તપાસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : હોંગકોંગમાં 42 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ, 9 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ