ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

તૂટેલું દિલ બનાવી શકે છે હાર્ટના પેશન્ટઃ શું છે Broken Heart Syndrome?

  • દિલ તૂટતું હોય તેવું અનુભવાય તેવી લાગણીને બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ (Broken Heart Syndrome) પણ કહેવાય છે. આ સિન્ડ્રોમને કારણે હૃદયની માંસપેશીઓ નબળી પડી જાય છે, તેથી જ તેને આ નામ આપવામાં આવ્યું છે.

મુંબઈ, 20 ફેબ્રુઆરીઃ આપણે બધા જાણીએ છીએ કે કોઈ ઊંડા આઘાતની અસર આપણા દિલ પર પડે છે. કોઈ ઊંડો આંચકો અથવા તો આપણને જોઈતી વસ્તુ ન મળે, આપણે ઈચ્છીએ, આપણું દિલ ઈચ્છે તેવું ન થાય તો આપણને દિલ તૂટ્યું હોય તેવી લાગણી થાય છે. શારીરિક અને માનસિક તણાવ તેની પાછળનું કારણ હોય છે. છે. દિલ તૂટતું હોય તેવું અનુભવાય તેવી લાગણીને બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ (Broken Heart Syndrome) પણ કહેવાય છે. આ સિન્ડ્રોમને કારણે હૃદયની માંસપેશીઓ નબળી પડી જાય છે, તેથી જ તેને આ નામ આપવામાં આવ્યું છે.

બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ (Broken Heart Syndrome) અચાનક કોઈ ઈમોશનલ ઘટના કે ફિઝિકલ સ્ટ્રેસ ખૂબ જ વધવાના કારણે થઈ શકે છે. આ સિન્ડ્રોમમાં હાર્ટની માંસપેશીઓ નબળી થાય છે, જેના કારણે તેને લોહી પમ્પ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે ભલે કાયમી રોગ નથી, પરંતુ તેની અસર શરીરના તમામ ભાગો પર જોવા મળે છે.

તૂટેલું દિલ તમને બનાવી શકે છે હાર્ટના પેશન્ટઃ જાણો Broken Heart Syndrome વિશે hum dekhenge news

શું હોય છે બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ

બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ (Broken Heart Syndrome)ના કેટલાક લક્ષણો હોય છે. જેને જાણીને તમે સમજી શકો છો કે બ્રોકન હાર્ટ સિન્ડ્રોમના તમે શિકાર થઈ ચૂક્યા છો. આ હેલ્થ કન્ડિશનમાં છાતીમાં અચાનક દુખાવો શરૂ થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. બ્લડ પ્રેશર ઘટવા લાગે છે અને ક્યારેક પીડિત વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. ધડકનો અનિયમિત થાય અથવા તો એકદમ તેજ થઈ જાય તે પણ બ્રોકન હાર્ટ સિન્ડ્રોમનું એક લક્ષણ છે. તેની પાછળનું એક મુખ્ય કારણ સ્ટ્રેસ છે.

સ્ટ્રેસ હોર્મોન પહોંચાડે છે નુકશાન

જ્યારે કોઈ ફિઝિકલ કે મેન્ટલ સ્ટ્રેસ વધી જાય છે તો તેના કારણે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન રીલીઝ થવા લાગે છે. આ કારણે હાર્ટની હેલ્થને નુકશાન પહોંચે છે. જોકે આ નુકશાન લાંબા સમય સુધી થતું નથી, પરંતુ સ્ટ્રેસ હોર્મોન હાર્ટના ફંકશનને પ્રભાવિત કરે છે.

બ્રોકન હાર્ટ સિન્ડ્રોમથી બચવાની આ છે રીત

બ્રોકન હાર્ટ સિન્ડ્રોમની સ્થિતિથી બચવા માટે કેટલીક સરળ રીતો કામ આવી શકે છે. તેનાથી બચવા માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ જરુરી છે. આ માટે તમારે હેલ્ધી લાઈફસ્ટાઈલ સાથે નિયમિત વ્યાયામ જેમકે વોકિંગ કે એક્સર્સાઈઝ કરવા જોઈએ. સાથે સાથે મેડિટેશન, યોગને પણ લાઈફસ્ટાઈલનો ભાગ બનાવવા જોઈએ. યોગ્ય ડાયેટ અને પર્યાપ્ત ઊંઘ આ સિન્ડ્રોમથી તમને બચાવે છે.

આ પણ વાંચોઃ નીતિશ ભારદ્વાજની પત્નીએ કિડનેપિંગના આક્ષેપને ઠુકરાવ્યો, કહ્યું દીકરીઓ પિતાને મળીને ટ્રોમામાં

Back to top button