ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

Ed Sheeranના કોન્સર્ટમાં QR કોડવાળુ ટી-શર્ટ પહેરીને પહોંચ્યો છોકરો, કારણ જાણી દંગ રહી જશો

  • ટી-શર્ટ પરનો QR કોડ સ્કેન કરીને કોઈપણ વ્યક્તિ તે છોકરાના ટીન્ડર એકાઉન્ટ પર પહોંચી જશે

મુંબઈ, 18 માર્ચ: મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે 16 માર્ચના રોજ Ed Sheeranના કોન્સર્ટે લોકોને ઘણી યાદો આપી હતી, જેમાં એડ શીરનના આ જાદુઈ મંચ સુધી પહોચવા માટે લાંબુ ચાલીને ત્યાં સુધી જવાનો પણ સમાવેશ થાય છે. જ્યારે મ્યુઝિક કોન્સર્ટના ઘણા ફોટા અને વીડિયો ઓનલાઈન વાયરલ થઈ રહ્યા છે, ત્યારે આ કોન્સર્ટમાં એક છોકરો QR કોડ થીમવાળી ટી-શર્ટ પહેરીને આવ્યો હતો. આ QR કોડ સ્કેન કરીને કોઈપણ વ્યક્તિ અને તેમાં પણ ખાસ કરીને છોકરીઓ અથવા મહિલાઓ તે છોકરાના ટીન્ડર(TINDER) એકાઉન્ટ પર પહોંચી જશે. જે તેમને(છોકરી\મહિલા) જીવનસાથી તરીકે તે છોકરાની પસંદગી કરવા માટેની માહિતી પૂરી પાડે છે.

 

આજની પેઢી પોતાના માટે યોગ્ય જીવનસાથી પોતે શોધવામાં માને છે. પહેલા માતા-પિતા તેમના બાળકો માટે જીવનસાથી શોધતા હતા પરંતુ હવે પદ્ધતિ બદલાઈ ગઈ છે. આજના લોકો કૉલેજ, ઑફિસ કે મેટ્રિમોનિયલ સાઇટ્સ પર પાર્ટનર શોધે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં એક છોકરાએ પોતાના માટે જીવનસાથી શોધવા માટે ખૂબ જ અનોખી પદ્ધતિ અપનાવી છે. તેની પદ્ધતિ તમારા માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

 

કિસ્સો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં એક વ્યક્તિ ટી-શર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. ટી-શર્ટની પાછળની બાજુએ એક QR કોડ પ્રિન્ટ કરવામાં આવ્યો છે અને તેની ઉપર લખવામાં આવ્યું છે, ફક્ત સિંગલ માટે. આ QR કોડને સ્કેન કર્યા પછી ખુલે ડેટિંગ એપ્લિકેશનની પ્રોફાઇલ ખૂલે છે જે તે છોકરાની છે. તે પ્રોફાઇલમાં છોકરાએ લખ્યું છે કે, ‘જુઓ આખરે મને કોણે શોધી કાઢ્યો. હા, હું એ જ વ્યક્તિ છું જેને તમે કોન્સર્ટમાં આ સ્કેનર સાથે જોયો હતો. પ્રથમ ડેટ માટે એકસાથે આઈસ્ક્રીમ ખાવું એ સારો વિચાર હોઈ શકે છે. તમે શુ વિચારો છો, તમને શુ લાગે છે?’

આ ફોટો માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર @ShwetaKukreja_ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તસવીર શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ગઈ રાત્રે મુંબઈમાં એક કોન્સર્ટમાં આ છોકરાને જોયો (QR કોડ તેની ટિન્ડર પ્રોફાઇલ ખોલે છે.)’ અત્યાર સુધીમાં આ પોસ્ટને 7 લાખ 68 હજારથી વધુ લોકોએ જોઈ ચૂક્યા છે. પોસ્ટ જોયા બાદ એક યુઝરે લખ્યું છે કે, “તેની ક્રિએટીવીટી દર્શાવે છે કે તે મારા માટે સારો પાર્ટનર બની શકે છે, હું તેનો QR સ્કેન કરવા જઈ રહ્યો છું.” તો અન્ય યુઝરે લખ્યું કે, “ભાઈએ કોન્સર્ટમાં છોકરી શોધવાનો સારો રસ્તો શોધી કાઢ્યો છે.”

આ પણ જુઓ: Ed Sheeranની પંજાબી સાંભળીને ફેન્સ દિવાના થયા, દિલજીત દોસાંઝ સાથે આપ્યું ધમાકેદાર પરફોર્મન્સ

Back to top button