નવી દિલ્હી, 20 ડિસેમ્બર, 2024: પ્રાઈવેટ પાર્ટમાં કદી હાડકું હોય અથવા ગમે ત્યારે ત્યાં હાડકું નીકળી શકે એવી કલ્પના જ થઈ ન શકે. પરંતુ તાજેતરમાં આવો એક કેસ આવ્યો છે જેને કારણે તબીબી જગત પણ હેરાન છે.
એક અહેવાલ મુજબ, તાજેતરમાં 60 વર્ષના એક વૃદ્ધ પડી ગયા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. ડૉક્ટર તપાસ કરી રહ્યા હતા તે સમયે વૃદ્ધે તેમને ફરિયાદ કરી કે પડવાથી જ્યાં જ્યાં વાગ્યું છે ત્યાં તો દુખાવો થાય છે, પરંતુ સાથે તેમના પ્રાઈવેટ પાર્ટમાં પણ દુખાવો થાય છે. ડૉક્ટરને નવાઈ લાગી પરંતુ સાથે તેઓ જાણતા હતા કે આ અંગેની તપાસ પહેલી થવી જોઇએ. ડૉક્ટરે વૃદ્ધના પ્રાઈવેટ પાર્ટની પ્રાથમિક રીતે બાહ્ય તપાસ કરી પણ એમાં કંઈ જણાયું નહીં. જોકે વૃદ્ધની ફરિયાદ ચાલુ હોવાથી એક્સ-રે લેવામાં આવ્યો અને એ જોઇને ડૉક્ટરર ચકરાઈ ગયા.
એક્સ-રેમાં દેખાયું કે વૃદ્ધના પ્રાઈવેટ પાર્ટમાં તો હાડકું છે! અને પછી નિદાન થયું કે આ એક દુર્લભ બીમારી છે જે પેનાઈલ ઓસિફિકેશન (Penile Ossification) તરીકે ઓળખાય છે. આ વિચિત્ર બીમારીથી પીડાતા લોકોના નરમ અંગોની વચ્ચે કેલ્સિયમ જમા થતું હોય છે અને છેવટે તે હાડકાના સ્વરૂપે બહાર નીકળે છે. ઓપરેશન દ્વારા તેની સારવાર થઈ શકે. અને ઓપરેશન ન કરાવવું હોય તો પેઇન કિલર આપીને દુખાવામાંથી રાહત મેળવી શકાય.
Diagnostic dilemma: A man’s penis was turning to bone https://t.co/pBIqdTeocy
— Live Science (@LiveScience) December 18, 2024
તબીબી ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ બીમારીની સારવાર શૉક-વેવ થેરપી દ્વારા થઈ શકે છે. આ સારવારમાં સોનિક કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે. સારવાર સાઉન્ડ વેવ્સ દ્વારા થાય છે જે હાડકાંને તોડી નાખીને નાના નાના ટુકડામાં વિભાજિત કરી દે છે. દુનિયામાં અત્યાર સુધીમાં આવા 40 કેસ નોંધાયા હોવાનું સાયન્સને લગતા સામયિકમાં જણાવવામાં આવ્યું છે.
આ વિચિત્ર અને અસાધારણ બીમારી 40 વર્ષથી 70 વર્ષ સુધીના પુરુષોમાં થઈ શકે છે. આ રોગ Peyrone’s Disease તરીકે પણ ઓળખાય છે. આ રોગ થયો હોય એવા પુરુષના શુક્રાણુઓ બળી જાય છે. કુદરતી ક્રમ પ્રમાણે નવા શુક્રાણુ પેદા થાય તો પણ બિન અસરકારક રહે અને પુરુષને જાતીય ઉત્તેજના અનુભવવાનું બંધ થઈ જાય. જોકે, કેટલાક કિસ્સામાં ઊંધી પ્રક્રિયા થાય અને અતિશય ઉત્તેજનાનો પણ સામનો કરવો પડી શકે.
ડૉક્ટરોનું કહેવું છે કે, વૃદ્ધત્વના સમયગાળામાં કિડનીની બીમારી, પેટની તકલીફ, ટ્રોમા, સોજો વગેરે કારણે આ પેનાઇલ ઓસિફિકેશન અર્થાત Peyrone’s Disease થઈ શકે છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજનઃ સંસ્કૃત ન આવડતું હોય તો પણ પહોંચી જજો, લાભમાં રહેશો
આ પણ વાંચોઃ https://www.humdekhenge.in/lookback-2024/
ઝડપી, સચોટ, રસપ્રદ અને વિશ્વસનીય સમાચાર મેળવવા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાવ >>> લિંક ઉપર ક્લિક કરો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD