અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર નવા બનેલા અટલ બ્રિજ પાસે બોમ્બ ફુટ્યો, જાણો વીડિયોનું સત્ય
અમદાવાદ-ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પોની તૈયારીઓ જોશમાં ચાલી રહી છે. જેમાં અમદાવાદ એરપોર્ટને પણ સાંજે બે કલાક માટે બંધ કરવામાં આવ્યો છે. ફાઇટર પ્લેન ડિફેન્સ એક્સ્પોની તૈયારી ચાલી રહી છે. આ વચ્ચે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર નવા બનેલા અટલ બ્રિજ પાસે આજે બોમ્બ ફુટ્યો હોય તેવા અવાજ સાથે સાબરમતી નદીમાં આગ લાગી કંઈક તરતુ જોવા મળ્યું હતું.
લોકોમાં કોઇ બોમ્બ ફુટ્યો હોય તેવો માહોલ બન્યો હતો. અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તેમજ નદીના મધ્યમાંથી કાળા ડિબાંગ ધુમાળાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત પોલીસની બહાદુરી, વિદેશોમાં છુપાઇ ગયેલા 4 ગુનેગારોને શોધી કાઢ્યા
જોકે આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયમાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તપાસ કરતા સત્ય બહાર આવ્યું છે કે આ તો મોકડ્રીલ હતી. હાલ દેશનો સૌથી મોટો ડિફેન્સ એક્સ્પો ગુજરાતમાં થવાનો હોય ત્યારે કોઇ ખરાબ ઘટના ના બને તેથી પહેલાથી જ સાવચેતી ના ભાગ રૂપે આ મોકડ્રિલ યોજવામાં આવી છે.
આ પણ વાંચો:PM મોદીની અંગત ડાયરીના પેજ વાયરલ, જાણો શું છે અંદરના રહસ્યો
આ અંગે સાબરમતી રિવરફ્રન્ટ તરફથી પણ ઓફિશિયલ નિવેદન આપી જાણકારી આપવામાં આવી છે. અને જણાવવામાં આવ્યું છે કે આ માત્ર ડેમોન્સ્ટ્રેશન હતું જેનાથી લોકોએ ભયભીત થવાની કોઈ જ જરૂર નથી.
આજે તા.14/10/2022 ના રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ડિફેન્સ એક્સ્પોના ભાગરૂપે અટલ બ્રિજ પાસે રેસ્ક્યુ ડેમોન્સ્ટ્રેશન બાદ ઘણા માધ્યમોમાં અટલ બ્રિજ પર આગ લાગવાના વિડીઓ અને વાતો વહેતી થયાનું અમારા ધ્યાને આવ્યું છે.
આવી ખોટી ભ્રમણાઓમાં આવશો નહીં, એ માત્ર ડેમોન્સ્ટ્રેશન હતું.— Sabarmati Riverfront Development Corporation Ltd. (@SRFDCL) October 14, 2022