ઓમકારેશ્વર ડેમમાં સુરતના યાત્રીઓની બોટ પલટી જતા 2ના મોત, 13નો આબાદ બચાવ


મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં નર્મદાનદી પર બનાવેલા ડેમની પાસે સુરતથી ગયેલા તીર્થયાત્રીઓની એક બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં સુરતના 15 લોકો સવાર હતા જેમાં 13 લોકોનો આબાદ બચાવ થયો છે પણ બે લોકોના મૃત્યુ નિપજ્યા છે. મળતી માહિતી મુજબ મૃત્યુ પામનાર માતા અને પુત્ર હતા. જે સમગ્ર મામલે બોટના માલિકની બેદરકારી પ્રાથમિક તપાસમાં સામે આવી છે.
સુરતના માતા પુત્રના કરુણ મોત
ઓમકારેશ્વરમાં અમુક પ્રતિબંધિત સ્થાનો પર બોટ લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તેમ છતાં પૈસાની લાલચમાં બોટ ડેમ પાસે લઈ ગયો અને હોનારત સર્જાય. જેમાં સુરતના દર્શનાબેન તથા તેમનો પુત્ર નક્ષ આ બેદરકારીના ભોગ બન્યા છે.
આ પણ વાંચો:મોરબી દુર્ઘટનાનું રેસ્કયુ ઓપરેશન પૂર્ણ, રાહત કમિશનરની સત્તાવાર જાહેરાત
બોટ પરનું બેલેન્સ ગુમાવતા બોટ પલટી
બોટચાલક બોટને ડેમની પાસે લઈ ગયો, ત્યાં ટર્બાઇન ખૂબ તેજીથી ફરી રહ્યું હતું અને તેના કારણે બોટનો બેલેન્સ રહ્યો નહીં અને ત્યાં જ પલટી ગઈ, ઘટનાની જાણ થતાં જ પોલીસકર્મીઑ ત્યાં પહોંચ્યા હતા. મૃતક મહિલાના સ્વજન દિલીપભાઈએ તો ત્યાં સુધી કહ્યું કે દુર્ઘટના બાદ બોટચાલક પોતાનો જીવ બચાવવા માટે પ્રયાસ કરતો રહ્યો.