ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

“ડેડાણ ગામમાં દારુની રેલમછેલ,પોલીસ મહેરબાન ” વેપારીઓના નામ-સરનામાં સાથે લાગ્યા બોર્ડ

રાજ્યમાં કહેવા માટે તો દારૂબંધી છે.પરંતુ રોજ પોલીસ બુટલેગરોને પકડી પાડે છે જે લાખોનું દારૂનું વેચાણ કરે છે. તો બીજી બાજુ બંધ બારણે પણ રોજ બરોજ લાખોના દારૂનું વેચાણ થતુ હોય છે જેના પગલે  ક્યારેક ત્રસ્ત થયેલી સામાન્ય પબ્લિક દ્વારા જનતા રેડ કરીને દારુને પકડાવવામા આવે છે તો કેટલીક વખત પ્રજા બોર્ડ લગાવીને તેનો વિરોધ કરતી હોય છે. ત્યારે  અમરેલીમાં દારૂની હાટડીઓ ધમધમી રહ્યાના બોર્ડ લાગ્યા છે. જેમાં જગૃત ગામલોકો દ્વારા દારુના વેપારીઓના નામ- સરનામા પણ લખવામાં આવ્યા છે.

ડેડાણ ગામમાં દારુના વેપારીઓના નામ બોર્ડ પર લખાયા

પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી જિલ્લાના ખાંભાના ડેડાણ ગામમાં વર્ષોથી દારૂના વેચાણ સામે જગૃત ગામલોકો પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ત્યારે ગામમાં ફરીથી કાળા બોર્ડ પર દારૂનો વેપાર કરનાર લોકોના નામ લખીને જાહેરમાં મુકાયા છે. જેમાં દારુનો વેપાર કરતા 10થી વધુ વેપારીઓના નામ લખાયા છે. જેનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે આ મામલે પોલીસે તપાસ પણ કરી હતી પરંતું પોલીસને અહીંથી કંઇ મળ્યું નહોતું.જો કે આ બોર્ડમાં દારુના વેપારીઓ પર સ્થાનિક પોલીસ મહેરબાન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે જેથી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થાય છે.

પોલીસ પર કર્યા આક્ષેપ

જાગૃત નાગરિક દ્વારા દારુના વેપારીઓની પોલ ખોલવામા આવી છે. આ બોર્ડમાં 27-8-23 એટલે ગઇકાલની તારીખ છે બોર્ડમા લખ્યું છે કે ” ડેડાણ ગામમાં દારૂની રેલમછેલમ.પોલીસ મહેરબાન અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના ડેડાણમાં ઠેર ઠેર દેશી દારૂના ભઠ્ઠા, હાટડા ખાંભા પોલીસની રહેમ હેઠળ ચાલે છે.આ સાથે બોર્ડમાં દારૂના કેટલાકવેપારીઓના નામ પણલખવામાં આવ્યા છે.

ગત વર્ષે પણ લાગ્યા હતા આવા બોર્ડ

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ ડેડાણમા ગામમા કેટલાક સ્થળે દારૂની હાટડીઓ ચાલી રહી છે તેના નામ સરનામા સાથેનુ બોર્ડ જાહેર ચોકમાં જ મુકવામાં આવ્યું હતુ.બસ સ્ટેન્ડ ચોકમા જ ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ પર જ લખાણ લખાયું હતું જેમાં ” દારૂ માટે દિવ ન જવુ, ખાંભામા મળી રહેશે” આવું લખાણ લખતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જે બાદ પોલીસ દોડતી થઇ ગઇ હતી અને ઠેકઠેકાણે દરોડા પાડયા હતા.આમ ફરી એક વાર આ વિસ્તારના જાગૃત લોકો દ્વારા પોલીસની ઉંઘ ઉડાવવાની પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ અંગે વધુ શું કાર્યવાહી કરવામાં આવે છે.

આ પણ વાંચો : પાવાગઢ: પ્રાંત અધિકારીએ રોપ-વે કંપનીને આપી નોટીસ કહ્યું- ખામી કઈ રીતે સર્જાઈ ખુલાસો કરો!

Back to top button