ટ્રેન્ડિંગમનોરંજન

સિંગર તુલસી કુમાર પર રેકોર્ડિંગ સમયે અચાનક બોર્ડ પડ્યું, જુઓ વીડિયો

Text To Speech
  • લોકપ્રિય સિંગર તુલસી કુમાર પર બોર્ડ પડ્યાની દુર્ઘટનાનો વીડિયો વાયરલ થતા ફેન્સ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે

8 ઓક્ટોબર, મુંબઈઃ લોકપ્રિય સિંગર તુલસી કુમાર ગંભીર અકસ્માતનો ભોગ બનતા બનતા રહી ગઈ છે. આ અકસ્માતમાં તેને સામાન્ય ઈજા થઈ છે. તુલસી કુમાર એક વીડિયોનું શૂટિંગ કરી રહી હતી ત્યારે ત્યાં સેટ પર તેની પર એક મોટી બોર્ડ દિવાલ પડી હતી. સિંગરની પીઠ પર બોર્ડ પડતાં સિંગરને ઈજા થઈ હતી, પરંતુ મોટો અકસ્માત થતા થતા રહી ગયો હતો. આ અકસ્માતનો વીડિયો લાઈવ રેકોર્ડ કરવામાં આવ્યો હતો જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તુલસી કુમાર સાથે સેટ પર થઈ દુર્ધટના

આ વિડિયો તેના અપકમિંગ મ્યુઝિક શૂટનો લાગી રહ્યો છે, જેના માટે તે સેટની અંદર શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન તેની સાથે આ અકસ્માત થયો હતો. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે તુલસી કુમારની આસપાસ લાઈટ કેમેરા મેન અને અન્ય ટેકનિશિયન તેમજ ક્રૂ હાજર છે અને તેની પાછળ બે મોટી બોર્ડ દિવાલ છે. શૂટિંગ દરમિયાન તુલસી આગળ વધે છે અને દિવાલ તેની પર પડી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તરત જ ટેકનિશિયન તેને બચાવવા આગળ આવે છે અને બોર્ડ પકડી લે છે, પરંતુ તેના કારણે તુલસીને પીઠ પર થોડી ઈજા થઈ હતી. વીડિયોમાં આ બધું જોઈ શકાય છે. જોકે, તે મોટી દુર્ઘટનામાંથી બચી ગઈ હતી. સેટ પર હાજર અન્ય લોકો ગાયકને મદદ કરતા જોઈ શકાય છે. અત્યાર સુધી ગાયક કે તેના પરિવાર તરફથી કોઈ અપડેટ નથી આવ્યું. તેમજ તેને કેટલી ઈજા થઈ છે તે પણ જાહેર કરવામાં આવ્યું નથી. આ વીડિયો સામે આવતા ફેન્સ સોશિયલ મિડિયા પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

તુલસી કુમારના ગીતો

તુલસી કુમાર T-Seriesના સ્થાપક સ્વર્ગસ્થ ગુલશન કુમારની પુત્રી છે. ગુલશન કુમારના નિધન બાદ ટી-સીરીઝની જવાબદારી તેના ભાઈ ભૂષણ કુમારના હાથમાં છે. તુલસી તેની ભત્રીજી છે. તુલસીએ પોતાના કરિયરમાં ‘તુમ જો આયે જિંદગી મેં’, ‘ઓ સાકી સાકી’, ‘હમ મર જાયેંગે’ જેવા સુપરહિટ ગીતોને અવાજ આપ્યો છે.

Back to top button