ગુજરાતટોપ ન્યૂઝ

બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને ઝટકો, એક સાથે કોંગ્રેસને 5 નેતા ગુમાવવાનો વારો આવ્યો

  • કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ આજે ભાજપમાં
  • થરાદ પાલિકા પ્રમુખ સહીત 4 કોંગ્રેસના કોર્પોરેટરો પણ ભાજપમાં જોડાશે
  • BJP પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને હસ્તે કેસરિયા કરશે

ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ આજે ભાજપમાં જોડાશે. જેમાં સી.આર.પાટીલની હાજરીમાં ડીસા APMCમાં ખાતે સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. ધાનેરાના પૂર્વ MLA ગોવાભાઈ રબારી છે. તેમજ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા.

થરાદ પાલિકા પ્રમુખ સહીત 4 કોંગ્રેસના કોર્પોરેટરો પણ ભાજપમાં જોડાશે

બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો છે. જેમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય સાથે થરાદ પાલિકા પ્રમુખ સહીત 4 કોંગ્રેસના કોર્પોરેટરો પણ ભાજપમાં જોડાશે. કોંગી પીઢનેતા ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાય તેવી છેલ્લા કેટલાય સમયથી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી હતી. ગોવાભાઈ સહીત થરાદ પાલિકા પ્રમુખ અને 4 કોંગી કોર્પોરેટરો ડીસા માર્કેટયાર્ડ ખાતે BJP પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને હસ્તે કેસરિયા કરશે.

આ પણ વાંચો: ગુજરાત સરકાર પશુપાલકોને આર્થિક રીતે સમૃદ્ધ કરવા રૂ.20 હજાર આપશે

કોંગ્રેસમાં એક તરફ નવા પ્રદેશ પ્રમુખની વરણી થઈ રહી છે

લોકસભા પહેલા જ એક સાથે કોંગ્રેસને 5 નેતાઓ ગુમાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસમાં એક તરફ નવા પ્રદેશ પ્રમુખની વરણી થઈ રહી છે ત્યાં બીજી તરફ જૂના નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે. આ યાદીમાં વધુ એક નામ બનાસકાંઠાના કોંગ્રેસમા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ ભાજપમાં જોડાશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈને આવકારવા સી.આર.પાટીલ ડીસા આવી શકે છે.

ડીસા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઇ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાના રાજીનામાંને લઈને કોંગ્રેસને ફટકો લાગ્યો છે. સમર્થકો સાથે ડીસા એપીએમસીમાં કાર્યક્રમ યોજાશે. ગોવાભાઈને પક્ષમાં લાવવા ભાજપના દિગ્ગજ નેતાઓ શંકર ચૌધરી, બળવંતજી રાજપૂતે ખેલ પાડ્યો હોવાની ચર્ચા છે. ગોવાભાઈ રબારી 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેમણે સાત વખત કોંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા. ધાનેરામાં 1995માં કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. દિયોદરમાંથી ભાજપના ઉમેદવાર સામે તેઓને એક વખત હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ડીસાથી બે વખત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. જેમાં થરાદ પાલિકા પ્રમુખ દિલીપ ઓઝા પણ ભાજપમાં જોડાશે. આ ઉપરાંત કોંગ્રેસના 4 કોર્પોરેટરો પણ ભાજપમાં જોડાશે. જેના કારણે કોંગ્રેસની ફરી એકવાર મુશ્કેલી વધી શકે છે.

Back to top button