ઉત્તર ગુજરાતના શિક્ષણવિદ માણેકલાલ પટેલની 94 મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન યોજાઈ શિબિર
- કડી સર્વ વિદ્યાલય કેમ્પસ દ્વારા કરાયું હતું આયોજન
પાલનપુર : “કર ભલા હોગા ભલા” અને “શિક્ષણ એ જ સાચી સેવા”નાં અભિગમ તથા શિક્ષણ સાથે સામાજીક ઉત્થાનનું કાર્ય કરતી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના વિકાસમાં જેમનો સિંહફાળો રહ્યો છે અને “શિક્ષણ એ જ સાચી સેવા”ના સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય માણેકલાલ એમ. પટેલની જન્મ જયંતિ નિમિત્તે સર્વ વિદ્યાલય કેમ્પસ – કડી તથા ગાંધીનગરમાં છેલ્લા 12 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થી આવતીકાલનો નાગરિક છે ત્યારે સમાજનાં હિતમાં હરહંમેશ સામાજીક જીવનમાં સારા નાગરિકોનું નિર્માણ કરનાર અને શિક્ષણની સાથે સાથે સમાજ સેવાના અવિરત કાર્ય કરતી સર્વ વિદ્યાલયમાં રક્તદાન મહાદાનની ભાવના સાથે રાષ્ટ્રનાં નાગરિકોને સમયસર રક્ત મળી રહે તે હેતુથી યોજાયેલ અગિયારમી રક્તદાન શિબિરમાં અત્યારસુધીની સૌથી વધુ કડી કેમ્પસ ખાતે 731 અને ગાંધીનગર કેમ્પસ ખાતે 414 થઇ કુલ 1145 રક્ત યુનિટો એકત્રિત કરવામાં આવેલ હતા.
રક્તદાન દ્વારા એકત્રિત કરેલ રક્ત યુનિટો માનવ કલ્યાણ અર્થે રેડક્રોસ સોસાયટી અને સર્વોદય બ્લડ બેંક ખાતે મોકલી આપવામાં આવેલ હતા. સર્વ વિદ્યાલય પરિવાર વર્ષ 2012 થી લઇ 2023 સુધીમાં કુલ 10369 જેટલી રક્તની બોટલો 12 રક્તદાન શિબિરો દ્વારા એકત્રિત કરી માનવ કલ્યાણની સુંદર કામગીરી કરી છે. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ એમ. પટેલ સંસ્થાના મંત્રીઓ ડૉ. મણીભાઈ પટેલ, ડૉ. રમણભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, ડૉ. આનંદભાઈ પટેલ અને ભગીની સંસ્થાના સર્વે પ્રિન્સીપાલઓ રક્તદાનનું પ્રતિક એવા સફેદ અને લાલ ફુગ્ગાને ખુલ્લા આકાશમાં ઉડાડી, દીપ પ્રાગટય કર્યા બાદ રક્તદાતાઓને રક્ત યુનિટની બેગ આપી રક્તદાન શિબિરની શરૂઆત કરી હતી. આ સર્વે આમંત્રિત મહાનુભાવોએ રક્તદાતાઓને પ્રોત્સાહન પુરુ પાડયુ હતું.
આ પણ વાંચો : પાલનપુર : ઉદેપુર થી અમદાવાદ જતી કારમાંથી હવાલાના રૂ. 3.95 કરોડ પકડાયા