પાલનપુર નજીક ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત


પાલનપુર: પાલનપુર નજીક આવેલ બાલારામ પુલ પર શુક્રવારની મોડી સાંજે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયુ હતુ.જેના પગલે લોકોના ટોળે-ટોળા એકત્ર થઇ ગયા હતા.
બનાસકાંઠામાં અકસ્માતોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જેમાં વાહનચાલકોની સામાન્ય બેદરકારીના કારણે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. તે જ રીતે પાલનપુર આબુ હાઇવે પર આવેલ બાલારામ પુલ પર શુક્રવારની મોડી સાંજે બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
બાઈક ચાલક ટ્રેલર નીચે આવતા માથાનો ભાગ ચગદાઇ ગયો
જેમાં બાઈક ચાલક ટ્રેલરના ટાયર નીચે આવી જતા માથાનો ભાગ ચગદાઈ ગયો હતો.જેના પગલે ઘટના સ્થળે યુવકનું મોત નિપજ્યુ હતું.આ ઘટનાને પગલે આજુબાજુથી લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા. આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. જો કે હજુ સુધી યુવક ક્યાંનો છે તે અંગે કોઇ માહીતી મળી નથી.
આ પણ વાંચો :અમદાવાદ એરપોર્ટ પર ફરી ઝડપાયુ સોનું, ટોયલેટમાં છૂપાવીને રાખેલા 116 ગ્રામના સોનાના 6 બિસ્કિટ મળી આવ્યા